(૧૬૦) લૂતની કોમે[1] પણ નબીઓને ખોટા ઠેરવ્યા.
(૧૬૧) જ્યારે તેમનામાંથી તેમના ભાઈ લૂતે કહ્યું કે, “શું તમે અલ્લાહથી ડરતા નથી ?
(૧૬૨) હું તમારા તરફ અમાનતદાર રસૂલ છું.
(૧૬૩) એટલા માટે તમે અલ્લાહનો ડર રાખો અને મારૂ જ અનુસરણ કરો.
(૧૬૪) હું તમારા પાસે આનો કોઈ બદલો નથી માંગતો, મારો બદલો તો ફક્ત સમગ્ર દુનિયાના રબ પર છે.
(૧૬૫) શું તમે દુનિયાવાળાઓમાંથી પુરૂષો પાસે જાઓ છો.
(૧૬૬) અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહ (તઆલા) એ તમારી પત્નીઓ બનાવી છે, તેમને છોડી દો છો?, બલ્કે વાત એ છે કે તમે છો જ હદ વટાવી જનારા.”
(૧૬૭) (કોમે) જવાબ આપ્યો કે, “હે લૂત! જો તું ન અટક્યો તો જરૂર તને કાઢી મૂકવામાં આવશે.”[1]
(૧૬૮) (લૂતે) કહ્યું કે, “હું તમારા કૃત્યોથી ઘણો નારાજ છું.
(૧૬૯) મારા રબ! મને અને મારા પરિવારને આના (દુષ્કર્મ)થી બચાવી લે, જેને આ લોકો કરે છે.”
(૧૭૦) છેવટે અમે તેને અને તેના પરિવારવાળાઓને બચાવી લીધા.
(૧૭૧) સિવાય એક ઘરડી સ્ત્રીના કે તે પાછળ રહી જનારાઓમાં થઈ ગઈ.
(૧૭૨) (પછી અમે (બાકીના) બીજા તમામને નષ્ટ કરી દીધા.
(૧૭૩) અને અમે તેમના ઉપર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો, જે ઘણો ખરાબ વરસાદ હતો, જે ડરાવવામાં આવેલા લોકો ઉપર વરસ્યો.
(૧૭૪) બેશક આમાં પણ મોટી નિશાની છે, આમાંના મોટા ભાગના ઈમાનવાળા ન હતા.
(૧૭૫) બેશક તમારો રબ તે જ છે પ્રભુત્વશાળી અને દયાળુ. (ع-૯)