(૧૪૮) અને મૂસાની કોમે તેમના પછી પોતાના ઘરેણાંઓમાંથી એક વાછરડો બનાવી દેવતા બનાવી લીધો જે એક ઢાંચો હતો જેમાં એક અવાજ હતી, શું તેઓએ એ ન જોયું કે તે તેમનાથી વાત કરતો ન હતો અને તેમને કોઈ માર્ગ બતાવતો ન હતો ? તેમ છતાં તેમણે તેને (દેવતા) બનાવી લીધો અને મોટા અન્યાયનું કામ કર્યું.[1]
(૧૪૯) અને જ્યારે શરમાઈ ગયા[1] અને જાણવા મળ્યું કે હકીકતમાં તે લોકો ભટકાવમાં પડી ગયા તો કહેવા લાગ્યા કે, “જો અમારો રબ અમારા ઉપર દયા ન કરે અને અમારા ગુનાહોને માફ ન કરે તો અમે બિલકુલ નુકસાન પામનારાઓમાં થઈ જઈશું
(૧૫૦) અને જ્યારે મૂસા પોતાની કોમ તરફ પાછા ફર્યા, ગુસ્સા અને ગમમાં ડૂબેલા તો કહ્યું કે, “તમે મારા પછી આ ઘણી ખરાબ નાયબગીરી કરી છે, શું પોતાના રબના હુકમ પહેલાં જ તમે ઉતાવળ કરી ? અને જલ્દીથી પાટીઓ એક તરફ ફેંકી દીધી, અને પોતાના ભાઈ (હારૂન)નુ માથું પકડી પોતાના તરફ ખેંચવા લાગ્યા. (હારૂને) કહ્યું, “હે મારી માતાથી જન્મેલ, [1] આ લોકોએ મને કમજોર સમજયો અને મને કતલ કરવાની અણી પર હતા તો તમે દુશ્મનોને મારા પર હસવાનો મોકો ન આપો અને મને આ જાલિમોમાં સામેલ ન કરો.”
(૧૫૧) (મૂસાએ) કહ્યું, “અય મારા રબ! મારી ભૂલોને માફ કર અને મારા ભાઈની પણ અને અમને બંનેને પોતાની દયામાં દાખલ કરી લે અને તું દયા કરનારાઓમાં સૌથી વધારે દયાળુ છે.” (ع-૧૮)