(૪૩) અને રાજાએ કહ્યું કે મેં સ્વપ્ન જોયું છે કે સાત મોટી તાજી ગાયો છે જેને સાત દૂબળી ગાયો ખાઈ રહી છે અને સાત ડૂંડા છે લીલાં અને સાત બીજા બિલકુલ સુકા, હે દરબારીઓ ! મારા આ સ્વપ્નનું સ્વપ્નફળ બતાવો જો તમે બતાવી શકો.
(૪૪) તેમણે જવાબ આપ્યો કે આ તો ગૂંચવળભર્યા સ્વપ્નોની વાતો છે આ પ્રકારના સ્વપ્નોના અર્થ જાણવાવાળા અમે નથી.
(૪૫) અને તે કેદીઓમાંથી છૂટેલા કેદીને એક લાંબા સમય પછી યાદ આવ્યુ અને કહેવા લાગ્યો, હું તેનું સ્વપ્નફળ બતાવી દઈશ, મને જવાની મંજૂરી આપો.
(૪૬) હે યૂસુફ ! હે સાચા યૂસુફ! તમે અમને આ સ્વપ્નનો અર્થ બતાવો કે સાત મોટી તાજી ગાયો છે જેને સાત દૂબળી ગાયો ખાઈ રહી છે અને સાત બિલકુલ લીલાં ડૂંડા છે અને સાત બીજા પણ બિલકુલ સુકા છે, જેથી હું પાછો જઈને તે લોકોને કહું જેથી તે બધા જાણી લે.
(૪૭) (યુસુફે) જવાબ આપ્યો કે તમે સાત વર્ષ લગાતાર આદત મુજબ અનાજ વાવજો અને તેને કાપીને ડૂંડાઓ સાથે રહેવા દેજો, પોતાના ખાવા માટેના થોડા ભાગ સિવાય.
(૪૮) તેના પછી સાત વર્ષ દુકાળના આવશે, તે અનાજને ખાઈ જશે જે તમે પોતાના માટે જમા કરી રાખ્યુ હતું[1] સિવાય તેના જે તમે થોડું રોકી રાખો છો.[2]
(૪૯) એના પછી જે વર્ષ આવશે તેમાં લોકો ઉપર ખૂબ વરસાદ થશે અને તેમાં (દ્રાક્ષનો રસ પણ) ખૂબ નિચોવશે.(ع-૬)