(૧૫૪) આ દુઃખ પછી તમારા પર શાંતિ ઉતારી અને તમારામાંથી એક જૂથને શાંતિની ઉંધ આવવા લાગી, અને હા, કેટલાક એવા લોકો પણ હતા જેમને પોતાના જીવની પડી હતી. તેઓ અલ્લાહ (તઆલા)ના માટે નાહક મૂર્ખતા જેવા ખોટા વિચારો કરવા લાગ્યા અને કહેતા હતા કે અમને પણ કેટલોક હક છે, તમે કહી દો તમામ કામો તો અલ્લાહના અધિકારમાં છે, આ લોકો પોતાના દિલોના રહસ્યો તમને નથી બતાવતા, કહે છે કે જો અમને થોડો અધિકાર હોત તો અહિયા કતલ કરવામાં ન આવતા. તમે કહી દો કે જો તમે પોતાના ઘરોમાં હોત તો પણ જેના નસીબમાં કતલ થવાનું હતું તે કતલની જગ્યા તરફ ચાલીને આવતા. અલ્લાહ (તઆલા)ને તમારા દિલોમાં જે છુપાયેલુ હતુ તેની કસોટી કરવી હતી અને જે કંઈ તમારા દિલોમાં છે તેનાથી પવિત્ર કરવું હતું, અને અલ્લાહ (તઆલા) ગૈબને જાણવાવાળો છે (દિલોના રહસ્યોને સારી રીતે જાણે છે .)