(૩૮) અય ઈમાનવાળાઓ ! તમને શું થઈ ગયું છે કે જયારે તમને કહેવામાં આવે છે કે ચાલો અલ્લાહના માર્ગમાં હિજરત કરો તો તમે ધરતીને પકડી લો છો? શું તમે આખિરતના બદલે દુનિયાની જિંદગી પર જ રાજી થઈ ગયા છો? સાંભળો! દુનિયાની જિંદગી આખિરતની સરખામણીમાં ઘણી નાની છે.
(૩૯) જો તમે હિજરત ન કરી તો અલ્લાહ (તઆલા) તમને પીડાકારી સજા આપશે અને તમારા સિવાય બીજા લોકોને બદલી લાવશે, તમે અલ્લાહ (તઆલા)ને કોઈ નુક્સાન નથી પહોંચાડી શકતા,[1] અને અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિમાન છે.
(૪૦) જો તમે તેમની (રસૂલ મોહંમદ ﷺ) મદદ ન કરો તો અલ્લાહે જ તેમની મદદ કરી, તે વખતે જ્યારે કાફિરોએ તેમને (દેશમાંથી) કાઢી મૂક્યા હતા, બે માંથી બીજો, જ્યારે કે તેઓ બંને ગુફામાં હતા, જ્યારે તે પોતાના સાથીને કહી રહ્યા હતા કે ચિંતા ન કરો અલ્લાહ આપણા સાથે છે[1] ત્યારે અલ્લાહે જ પોતાના તરફથી શાંતિ ઉતારી અને તે સેના વડે તમારી મદદ કરી જે તમને દેખાતી પણ ન હતી, તેણે કાફિરોનો બોલ નીચો કરી દીધો અને ઊંચો તથા બહેતર બોલ તો અલ્લાહનો જ છે.[2] અલ્લાહ તઆલા પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.
(૪૧) નીકળો, ઊભા થાઓ, હલકા ફુલકા હોવ તો પણ અને ભારે ભરખમ હોવ તો પણ,[1] અને અલ્લાહના માર્ગમાં પોતાના તન-મન-ધનથી જિહાદ કરો, આ જ તમારા માટે સારૂં છે, જો તમારામાં ઈલ્મ હોય તો.
(૪૨) જો જલ્દી પ્રાપ્ત થનારી ધન-સામગ્રી હોત,[1] અને આસાન મુસાફરી હોત તો તેઓ જરૂર તમારા પાછળ આવતા, પરંતુ તેમના ઉપર તો દૂરી અને દૂરીની તકલીફ પડી ગઈ, અને હવે તો તેઓ અલ્લાહની કસમો ખાઈને કહેશે કે જો અમારામાં સામર્થ્ય અને શક્તિ હોત તો અમે જરૂર તમારા સાથે નીકળતા, તેઓ પોતાની જાનોને પોતે જ બરબાદી તરફ નાખી રહ્યા છે, તેમના જૂઠા હોવાનું સાચું ઈલ્મ તો અલ્લાહને છે. (ع-૬)