Surah Al-A'raf

સૂરહ અલ અ્રાફ

રૂકૂઅ : ૧૭

આયત ૧૪૨ થી ૧૪૭

وَ وٰعَدْنَا مُوْسٰى ثَلٰثِیْنَ لَیْلَةً وَّ اَتْمَمْنٰهَا بِعَشْرٍ فَتَمَّ مِیْقَاتُ رَبِّهٖۤ اَرْبَعِیْنَ لَیْلَةً ۚ وَ قَالَ مُوْسٰى لِاَخِیْهِ هٰرُوْنَ اخْلُفْنِیْ فِیْ قَوْمِیْ وَ اَصْلِحْ وَ لَا تَتَّبِعْ سَبِیْلَ الْمُفْسِدِیْنَ (142)

(૧૪૨) અને અમે મૂસાને ત્રીસ રાતોનો વાયદો આપ્યો અને દસ રાતોના વધારાથી તેને પૂરો કર્યો, આ રીતે તેમના રબનો વાયદો પૂરી ચાલીસ રાતોનો થયો અને મૂસાએ પોતાના ભાઈ હારૂનને કહ્યું, “મારા (ગયા) પછી આ (કોમ)નો પ્રબંધ કરજો અને સુધાર કરતા રહેજો અને ફસાદી લોકોના માર્ગનું અનુસરણ કરતા નહિં.


وَ لَمَّا جَآءَ مُوْسٰى لِمِیْقَاتِنَا وَ كَلَّمَهٗ رَبُّهٗ ۙ قَالَ رَبِّ اَرِنِیْۤ اَنْظُرْ اِلَیْكَ ؕ قَالَ لَنْ تَرٰىنِیْ وَ لٰكِنِ انْظُرْ اِلَى الْجَبَلِ فَاِنِ اسْتَقَرَّ مَكَانَهٗ فَسَوْفَ تَرٰىنِیْ ۚ فَلَمَّا تَجَلّٰى رَبُّهٗ لِلْجَبَلِ جَعَلَهٗ دَكًّا وَّ خَرَّ مُوْسٰى صَعِقًا ۚ فَلَمَّاۤ اَفَاقَ قَالَ سُبْحٰنَكَ تُبْتُ اِلَیْكَ وَ اَنَا اَوَّلُ الْمُؤْمِنِیْنَ (143)

(૧૪૩) અને જ્યારે મૂસા અમારા નિર્ધારિત સમયે આવી ગયા અને તેમના રબે તેમના સાથે વાત કરી તો તેમણે અરજ કરી કે, “હે મારા રબ! મને તારા દર્શન કરાવી દે હું તને એક ક્ષણ જોઈ લઉં.” હુકમ થયો કે તમે મને કદી પણ જોઈ શકો નહિં, પરંતુ તે પહાડ તરફ જુઓ, જો તે પોતાની જગ્યા ઉપર ઊભો રહે તો તમે પણ મને જોઈ શકશો. પછી તેમના રબે જયારે પહાડ ઉપર પોતાના નૂરને જાહેર કર્યું તો તેના ચૂરેચૂરા થઈ ગયા, અને મૂસા બેહોશ થઈને પડ્યા, પછી જ્યારે હોશ આવ્યો ત્યારે કહ્યું કે, “બેશક તું પવિત્ર છે હું તારા સમક્ષ તૌબા કરૂ છું અને હું સૌથી પહેલા તારા ઉપર ઈમાન લાવુ છું.”


قَالَ یٰمُوْسٰۤى اِنِّی اصْطَفَیْتُكَ عَلَى النَّاسِ بِرِسٰلٰتِیْ وَ بِكَلَامِیْ ۖ } فَخُذْ مَاۤ اٰتَیْتُكَ وَ كُنْ مِّنَ الشّٰكِرِیْنَ (144)

(૧૪૪) હુકમ થયો કે, “હે મૂસા! મેં મારી રિસાલત અને મારી સાથે વાર્તાલાપથી બીજા લોકો ઉપર તમને શ્રેષ્ઠતા પ્રદાન કરી છે તો જે કંઈ મેં તમને આપ્યું છે તે લઈ લો અને આભાર માનો.


وَ كَتَبْنَا لَهٗ فِی الْاَلْوَاحِ مِنْ كُلِّ شَیْءٍ مَّوْعِظَةً وَّ تَفْصِیْلًا لِّكُلِّ شَیْءٍ ۚ فَخُذْهَا بِقُوَّةٍ وَّ اْمُرْ قَوْمَكَ یَاْخُذُوْا بِاَحْسَنِهَا ؕ سَاُورِیْكُمْ دَارَ الْفٰسِقِیْنَ (145)

(૧૪૫) અને અમે કેટલીક તખ્તીઓ પર દરેક પ્રકારની શિખામણો અને દરેક વસ્તુનું વિગતવાર વર્ણન તમને લખીને આપ્યું, અને કહ્યું, “તમે તેને પૂરી મજબૂતીથી પકડી લો, અને પોતાની કોમ (સમુદાય) ને હુકમ કરો કે તેના સારા આદેશોનું અનુસરણ કરે, હવે ખૂબ જલ્દી તમને લોકોને તે ફાસિકોના ઠેકાણાં બતાવીશું.”


سَاَصْرِفُ عَنْ اٰیٰتِیَ الَّذِیْنَ یَتَكَبَّرُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ ؕ وَ اِنْ یَّرَوْا كُلَّ اٰیَةٍ لَّا یُؤْمِنُوْا بِهَا ۚ وَ اِنْ یَّرَوْا سَبِیْلَ الرُّشْدِ لَا یَتَّخِذُوْهُ سَبِیْلًا ۚ وَ اِنْ یَّرَوْا سَبِیْلَ الْغَیِّ یَتَّخِذُوْهُ سَبِیْلًا ؕ ذٰلِكَ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَ كَانُوْا عَنْهَا غٰفِلِیْنَ (146)

(૧૪૬) હું એવા લોકોને પોતાની નિશાનીઓથી વિમુખ જ રાખીશ જેઓ દુનિયામાં ઘમંડ કરે છે, જેનો તેમને કોઈ અધિકાર નથી, જો તેઓ બધી નિશાનીઓ જોઈ લે તો પણ તેના ઉપર ઈમાન નહિ લાવે, અને જો તેઓ સાચા માર્ગને જોઈ પણ લે તો તેને પોતાનો માર્ગ નહિ બનાવે, અને જો તેઓ ગુમરાહીને જોઈ લે તો તેને પોતાનો માર્ગ બનાવી લે, આ એટલા માટે કે તેમણે અમારી નિશાનીઓને જૂઠાડી અને તેનાથી બેદરકાર રહ્યા.


وَ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَ لِقَآءِ الْاٰخِرَةِ حَبِطَتْ اَعْمَالُهُمْ ؕ هَلْ یُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا یَعْمَلُوْنَ ۧ (147)

(૧૪૭) અને તે લોકો જેમણે અમારી નિશાનીઓને અને આખિરતના આવવાને જૂઠાડયુ તેમના બધા કર્મો બેકાર થઈ ગયા, તેમને તેની જ યાતના આપવામાં આવશે જે તેઓ કરતા હતા. (ع-૧૭)