(૧૪૫) તમે કહી દો કે મને જે હુકમ કર્યો છે તેમાં કોઈ ખાનાર માટે કોઈ ખોરાક હરામ નથી જોતો પરંતુ એ કે તે મુડદાલ હોય અથવા વહેતુ લોહી અથવા સુવ્વરનું માંસ એટલા માટે કે તે બિલકુલ નાપાક (અપવિત્ર) છે અથવા જે શિર્કનું કારણ હોય જેના ઉપર અલ્લાહના સિવાય બીજાઓના નામ પોકારવામાં આવ્યા હોય, [1] પછી જો કોઈ મજબૂર હોય, જયારે કે બાગી અથવા હદથી વધી જનાર ન હોય તો અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે.
(૧૪૬) અને અમે યહૂદિઓ ઉપર નખવાળા જાનવર હરામ કરી દીધા અને ગાય તથા બકરીની ચરબી તેમના ઉપર હરામ કરી દીધી, પરંતુ જે બંનેની પીઠ અથવા આંતરડામાં હોય અથવા જે કંઈ હાડકા સાથે ચોંટેલી હોય, અમે આ તેમની બગાવતનો બદલો આપ્યો અને અમે સાચા છીએ.
(૧૪૭) જો તેઓ તમને જૂઠાડે તો કહો કે તમારા રબ (અલ્લાહ)ની કૃપા ઘણી વિશાળ છે અને તેનો અઝાબ ગુનેહગારો ઉપરથી ટાળવામાં નથી આવતો.
(૧૪૮) મુશરિકો કહેશે કે, “જો અલ્લાહ ચાહત તો અમે અને અમારા બાપદાદાઓ શિર્ક ન કરતા, ન કોઈ વસ્તુ ને હરામ ઠેરવતા”, આ રીતે આનાથી પહેલાના લોકોએ પણ જૂઠાડયા ત્યાં સુધી કે અમારો અઝાબ ચાખી લીધો. કહો કે, “શું તમારા પાસે કોઈ ઈલ્મ (જ્ઞાન) છે તો તેને અમારા માટે નીકાળો (જાહેર કરો), તમે કલ્પનાઓનું અનુસરણ કરો છો અને ફક્ત અટકળો કરો છો.
(૧૪૯) તમે કહી દો કે, “પછી અલ્લાહની જ દલીલ પ્રભાવશાળી છે, એટલા માટે જો તે ચાહે તો તમને બધાને હિદાયત આપી શકે છે."
(૧૫૦) તમે કહી દો કે, “પોતાના તે ગવાહોને લાવો જે એ વાતની ગવાહી આપે કે અલ્લાહે તેને હરામ કરેલ છે.” પછી જો તેઓ ગવાહી આપે તો તમે તેમના સાથે ગવાહી ન આપશો અને તેમની ઈરછાઓનું અનુસરણ ન કરો અને જેમણે અમારી આયતોને જૂઠી કહી અને જેઓ આખિરત ઉપર યકીન નથી કરતા અને (બીજાઓને) પોતાના રબની જેમ માને છે. (ع-૧૮)