Surah Al-A'la
સૂરહ અલ-આ'લા
સૂરહ અલ-આ'લા
સૂરહ અલ-આ'લા (૮૭)
સૌથી ઉચ્ચ
સૂરહ અલ-આ'લા[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઓગણીસ (૧૯) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
[1] સૂર: આ'લાઃ રસૂલુલ્લાહ (ﷺ) સૂર: આ'લા અને સૂર: ગાશિયાહ બંને ઈદો અને જુમુઆમાં પઢતા હતા. એજ રીતે વિત્રની પ્રથમ રકાતમાં સૂર: આ'લા બીજી રકાતમાં સૂર: કાફિરૂન અને ત્રીજી રકાતમાં સૂર: ઈખ્લાસ પઢતા. હતા. હજરત મુઆઝને જે સૂરહ પઢવાનો હુકમ આપ્યો હતો જેમાં એક સૂરઃ આ'લા પણ હતી.સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) પોતાના સર્વોચ્ચ રબના નામની પવિત્રતાનું વર્ણન કરો.[2]
(૨) જેણે પેદા કર્યા અને ઠીકઠાક તથા સ્વસ્થ બનાવ્યા.
(૩) અને જેણે અંદાજો લગાવીને નિર્માણ કર્યું, પછી માર્ગ બતાવ્યો.
(૪) અને જેણે ઘાસચારો પેદા કર્યો.
(૫) પછી તેણે તેને સૂકવીને કાળો કચરો બનાવી દીધો.
(૬) અમે તમને પઢાવીશું, પછી તમે ભૂલશો નહિં.
(૭) પરંતુ જે કંઈ અલ્લાહ ચાહે, તે દરેક જાહેરને અને જે કંઈ છૂપાયેલ છે તેને જાણે છે.
(૮) અમે તમારા માટે આસાની પેદા કરી દઈશું.[3]
(૯) તો તમે ઉપદેશ આપતા રહો, જો ઉપદેશ ફાયદો આપે.
(૧૦) ડરવાવાળો તો ઉપદેશ સ્વીકારી લેશે.[4]
(૧૧) (પરંતુ) દુર્ભાગી (બદનસીબ) તેનાથી દૂર જ રહી જશે.
(૧૨) જે ખૂબ જ મોટી આગમાં જશે.
(૧૩) જ્યાં તે ન મરશે અને ન જીવશે[5] (પરંતુ જીવ (પ્રાણ) નીકળવાની હાલતમાં પડ્યો રહેશે.)
(૧૪) બેશક તેણે સફળતા પ્રાપ્ત કરી લીધી જે પવિત્ર થઈ ગયો.
(૧૫) અને જેણે પોતાના રબનું નામ યાદ કર્યું અને નમાઝ પઢતો રહ્યો.
(૧૬) પરંતુ તમે તો દુનિયાના જીવનને શ્રેષ્ઠતા આપો છો.
(૧૭) અને આખિરત ખૂબ જ શ્રેષ્ઠ અને કાયમી છે.
(૧૮) આ વાતો પહેલાની કિતાબોમાં પણ છે.
(૧૯) (એટલે કે) ઈબ્રાહીમ અને મૂસાની કિતાબોમાં. (ع-૧)