Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
રૂકૂઅ : ૩૬
આયત ૨૬૧ થી ૨૬૬
مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ (261)

(૨૬૧) જે લોકો અલ્લાહ (તઆલા)ના માર્ગમાં પોતાનો માલ ખર્ચ કરે છે, તેમનું દ્રષ્ટાંત તે દાણા જેવું છે જેમાંથી સાત ડુંડીઓ નીકળે અને દરેક ડુંડીમાં સો દાણા હોય અને અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે તેને અનેક ઘણુ આપે અને અલ્લાહ (તઆલા) ઘણો ઉદારતાવાળો અને ઇલ્મવાળો છે.

الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ ثُمَّ لَا يُتْبِعُونَ مَا أَنفَقُوا مَنًّا وَلَا أَذًى ۙ لَّهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (262)

(૨૬૨) જે લોકો પોતાનો માલ અલ્લાહ (તઆલા)ના માર્ગમાં ખર્ચ કરે છે, પછી તેના પાછળ અહેસાન નથી જતાવતા, અને ન તકલીફ આપતા હોય તેમનો બદલો તેમના રબ પાસે છે. તેમના પર ન કોઈ ભય હશે ન તેઓ ઉદાસ હશે.

قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّهُ غَنِيٌّ حَلِيمٌ (263)

(૨૬૩) સારી વાત કહેવી અને માફ કરવું તે સદકાથી બહેતર છે જેના પછી દુઃખ આપવામાં આવે, અને અલ્લાહ બેનિયાઝ (નચિંત) અને સહનશીલ છે.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ فَتَرَكَهُ صَلْدًا ۖ لَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّمَّا كَسَبُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ (264)

(૨૬૪) હે ઈમાનવાળાઓ ! પોતાના સદકાને અહેસાન જતાવીને અને દુઃખ પહોંચાડીને બેકાર ન કરો, જેવી રીતે તે માણસ જે પોતાનો માલ દેખાવ કરવા માટે ખર્ચ કરે અને ન અલ્લાહ (તઆલા) પર ઈમાન રાખે અને ન કયામત પર, તેનું દ્રષ્ટાંત તે લીસા પથ્થર જેવું છે, જેના પર થોડી માટી હોય, પછી તેના પર ધોધમાર વર્ષા થાય, અને તે તેને બિલકુલ સ્વચ્છ અને સખત છોડી દે આ દેખાડો કરનારાઓને પોતાની કમાઈથી કોઈ વસ્તુ હાથ નથી લાગતી અને અલ્લાહ (તઆલા) કાફિરોના સમૂહને હિદાયત નથી આપતો.

وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ (265)

(૨૬૫) તે લોકોનું દ્રષ્ટાંત જેઓ પોતાનો માલ અલ્લાહ (તઆલા)ની મરજી પ્રાપ્ત કરવા રાજીખુશીથી અને વિશ્વાસ સાથે ખર્ચ કરે છે, તે બગીચા જેવું છે જે ઊંચી જમીન પર હોય અને ધોધમાર વર્ષાથી પોતાના ફળ બમણા લાવી દે, અને જો વર્ષા ન પણ હોય તો (ફુહાર) છંટકાવ જ કાફી છે, અને અલ્લાહ (તઆલા) તમારા કર્મોને જોઈ રહ્યો છે.

أَيَوَدُّ أَحَدُكُمْ أَن تَكُونَ لَهُ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ لَهُ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَأَصَابَهُ الْكِبَرُ وَلَهُ ذُرِّيَّةٌ ضُعَفَاءُ فَأَصَابَهَا إِعْصَارٌ فِيهِ نَارٌ فَاحْتَرَقَتْ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ (266)

(૨૬૬) શું તમારામાંથી કોઈ પણ એવું ઈચ્છે છે કે તેના ખજૂરો અને દ્રાક્ષના બગીચા હોય, જેમાં નહેરો વહેતી હોય અને દરેક પ્રકારના ફળ હાજર હોય, તે માણસને ઘડપણ આવી ગયુ હોય, તેના નાના-નાના બાળકો પણ હોય અને અચાનક બગીચાને લૂ-નો સપાટો લાગી જાય જેમાં આગ પણ હોય જેનાથી બગીચો સળગી જાય, આ રીતે અલ્લાહ (તઆલા) તમારા માટે નિશાનીઓનું વર્ણન કરે છે જેથી તમે ફિકર કરી શકો.