Surah Al-Mursalat
સૂરહ અલ-મુરસલાત
સૂરહ અલ-મુરસલાત
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) દિલને મોહિત કરનારી, સતત ચાલવાવાળી ધીમી હવાના સોગંદ.
(૨) પછી જોશભેર ચાલનારી (હવાઓ)ના સોગંદ.
(૩) અને (વાદળને) ઉઠાવીને ફેલાવનારીઓના સોગંદ.
(૪) પછી સાચા-જૂઠાને અલગ કરવાવાળા.
(૫) અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ.
(૬) જે વહી આરોપ દૂર કરવા અને ચેતવણી આપવા માટે હોય છે.
(૭) બેશક જે વસ્તુનો તમારાથી વાયદો કરવામાં આવે છે તે જરૂર ઘટિત થવાની જ છે.[2]
(૮) તો જયારે તારાઓ પ્રકાશહીન (બેનૂર) કરી દેવામાં આવશે.
(૯) અને જયારે આકાશ તોડ-ફોડ કરી દેવામાં આવશે.
(૧૦) અને જ્યારે પહાડ ટૂકડે-ટૂકડા કરીને ઉડાવી દેવામાં આવશે.[3]
(૧૧) અને જ્યારે રસૂલોને નિર્ધારિત સમય પર લાવવામાં આવશે.
(૧૨) કયા દિવસ માટે (તેમને) રોકવામાં આવ્યા છે ?[4]
(૧૩) ફેંસલાના દિવસ માટે.
(૧૪) અને તમને શું ખબર કે ફેંસલાનો દિવસ શું છે ?
(૧૫) તે દિવસે જૂઠાડનારાઓ માટે ખરાબી છે [5]
(૧૬) શું અમે પહેલાના લોકોને નષ્ટ નથી કર્યા ?
(૧૭) ત્યારબાદ અમે તેમના પછી પાછળવાળાઓને લાવ્યા.[6]
(૧૮) અમે ગુનેહગારો સાથે આવું જ કરીએ છીએ.
(૧૯) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
(૨૦) શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પેદા નથી કર્યા ?
(૨૧) પછી અમે તેને મજબૂત (અને સુરક્ષિત) જગ્યાએ રાખ્યું.
(૨૨) એક નિર્ધારિત સમય સુધી.
(૨૩) પછી અમે અંદાજો લગડ્યો [7] તો અમે કેવો સારો અંદાજો લગડનાર છીએ.
(૨૪) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
(૨૫) શું અમે ધરતીને એકઠા કરી રાખનાર નથી બનાવી ?
(૨૬) જીવતાઓને પણ અને મડદાઓને(મૃતકોને) પણ.
(૨૭) અને અમે તેમાં ઊંચા (અને ભારે) પર્વતો બનાવી દીધા, અને તમને તૃપ્ત કરનાર મીઠું પાણી પીવડાવ્યું.
(૨૮) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
(૨૯) તે (જહન્નમ) તરફ જાઓ, જેને તમે જૂઠાડતા રહ્યા હતા.
(૩૦) ચાલો ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.
(૩૧) જે હકીકતમાં ન ઠંડક પહોંચાડનારો છે અને ન આગ ના ભડકાથી બચાવનારો છે.
(૩૨) બેશક (જહન્નમ) ચિંગારીઓ ફેંકતી હશે જે મહેલો જેવી હશે.
(૩૩) જાણે કે તે પીળા રંગના ઊંટો છે.[8]
(૩૪) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
(૩૫) આ તે દિવસ છે કે તેઓ બોલી પણ નહિં શકે.[9]
(૩૬) ન તેમને બહાના આપવાની તક આપવામાં આવશે.[10]
(૩૭) તે દિવસે જૂઠાડનારાઓ માટે વિનાશ છે.
(૩૮) આ છે ફેંસલાનો દિવસ, અમે તમને અને તમારા પહેલાના લોકોને જમા કરી લીધા છે.[11]
(૩૯) તો જો તમે મારાથી કોઈ ચાલ રમી શકતા હોવ તો ચાલ ચલાવી જુઓ.
(૪૦) વિનાશ છે તે દિવસે જૂઠાડનારાઓ માટે. (ع-૧)