Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
રૂકૂઅ : ૩૨
આયત ૨૪૩ થી ૨૪૮
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ خَرَجُوا مِن دِيَارِهِمْ وَهُمْ أُلُوفٌ حَذَرَ الْمَوْتِ فَقَالَ لَهُمُ اللَّهُ مُوتُوا ثُمَّ أَحْيَاهُمْ ۚ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ (243)

(૨૪૩) શું તમે તેમને નથી જોયા જેઓ હજારોની સંખ્યામાં મોતના કારણે પોતાના ઘરોમાંથી નીકળી પડ્યા અલ્લાહે તેમને કહ્યુ કે મરી જાઓ પછી તેમને જીવતા કરી દીધા. બેશક અલ્લાહ લોકો પર મોટો ફઝલવાળો છે પરંતુ ઘણા લોકો આભાર વ્યક્ત કરતા નથી.

وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ وَاعْلَمُوا أَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ (244)

(૨૪૪) અને અલ્લાહના માર્ગમાં લડો અને એ જાણી લો કે અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.

مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً ۚ وَاللَّهُ يَقْبِضُ وَيَبْسُطُ وَإِلَيْهِ تُرْجَعُونَ (245)

(૨૪૫) કોણ અલ્લાહને સારૂ કરજ આપશે, જેને તે પછી તેને અનેક ઘણું વધારે આપશે અને અલ્લાહ જ ઘટાડો અને વધારો કરે છે અને તેના તરફ જ પાછા ફરવાનું છે.

أَلَمْ تَرَ إِلَى الْمَلَإِ مِن بَنِي إِسْرَائِيلَ مِن بَعْدِ مُوسَىٰ إِذْ قَالُوا لِنَبِيٍّ لَّهُمُ ابْعَثْ لَنَا مَلِكًا نُّقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ ۖ قَالَ هَلْ عَسَيْتُمْ إِن كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ أَلَّا تُقَاتِلُوا ۖ قَالُوا وَمَا لَنَا أَلَّا نُقَاتِلَ فِي سَبِيلِ اللَّهِ وَقَدْ أُخْرِجْنَا مِن دِيَارِنَا وَأَبْنَائِنَا ۖ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ تَوَلَّوْا إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ (246)

(૨૪૬) શું તમે ઈસરાઈલની વંશની ‘મૂસા’ના પછીની જમાઅતને નથી જોઇ જ્યારે તેમણે પોતાના નબીથી કહ્યું કે અમારો એક રાજા બનાવી આપો જેથી અમે અલ્લાહના માર્ગમાં લડીએ, તેમણે કહ્યું કે બની શકે કે જિહાદ ફર્ઝ થઈ ગયા પછી તમે જિહાદ ન કરો. તેમણે કહ્યું ભલા અમે અલ્લાહના માર્ગમાં જિહાદ કેમ નહિ કરીએ? અમને તો પોતાના ઘરોમાંથી ઉજાડી દેવામાં આવ્યા છે. અને સંતાનોથી દૂર કરી દીધા છે. પછી જ્યારે તેમના પર જિહાદ ફર્ઝ થયુ, તો સિવાય થોડા માણસોના બધાજ ફરી ગયા અને અલ્લાહ જાલિમોને સારી રીતે જાણે છે.

وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ اللَّهَ قَدْ بَعَثَ لَكُمْ طَالُوتَ مَلِكًا ۚ قَالُوا أَنَّىٰ يَكُونُ لَهُ الْمُلْكُ عَلَيْنَا وَنَحْنُ أَحَقُّ بِالْمُلْكِ مِنْهُ وَلَمْ يُؤْتَ سَعَةً مِّنَ الْمَالِ ۚ قَالَ إِنَّ اللَّهَ اصْطَفَاهُ عَلَيْكُمْ وَزَادَهُ بَسْطَةً فِي الْعِلْمِ وَالْجِسْمِ ۖ وَاللَّهُ يُؤْتِي مُلْكَهُ مَن يَشَاءُ ۚ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ (247)

(૨૪૭) અને તેઓને તેમના નબીએ કહ્યું કે અલ્લાહ (તઆલા)એ તાલૂત (એક નામ છે) ને તમારો બાદશાહ બનાવી દીધો છે તો કહેવા લાગ્યા ભલા તેનું અમારા પર રાજ્ય કેવી રીતે હોઈ શકે? તેનાથી ઘણા વધારે રાજ્યના અમે હકદાર છીએ તેને તો ધનની વિપુલતા પણ નથી આપવામાં આવી. તે નબીએ કહ્યું, સાંભળો! અલ્લાહ તઆલાએ તેને તમારા પર શ્રેષ્ઠતા આપી છે અને તેને ઇલ્મ તથા શારીરિક શક્તિ પણ વધારે આપી છે. હકીકત વાત એ છે કે અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે પોતાનો મુલ્ક આપે, અલ્લાહ (તઆલા) કુશાદગીવાળો અને ઈલ્મવાળો છે.

وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ آيَةَ مُلْكِهِ أَن يَأْتِيَكُمُ التَّابُوتُ فِيهِ سَكِينَةٌ مِّن رَّبِّكُمْ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ آلُ مُوسَىٰ وَآلُ هَارُونَ تَحْمِلُهُ الْمَلَائِكَةُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ (248)

(૨૪૮) અને તેઓના નબીએ ફરી તેમને કહ્યું, તેના મુલ્કની સ્પષ્ટ નિશાની એ છે કે તમારા પાસે તે સંદૂક આવી જશે જેમાં તમારા રબ તરફથી દિલના સુકૂનનો સામાન છે અને મૂસાની સંતાન અને હારૂનની સંતાને બાકી છોડેલો સામાન છે, ફરિશ્તાઓ તેને ઉઠાવીને લાવશે, બેશક આ તો તમારા માટે સ્પષ્ટ નિશાની છે જો તમે ઈમાનવાળા છો.