Surah An-Naba
સૂરહ અન્-નબા
સૂરહ અન્-નબા
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૩૧) બેશક સંયમી લોકો માટે સફળતા છે.
(૩૨) બાગ-બગીચા અને દ્રાક્ષ છે.
(૩૩) અને નવયુવાન, કુંવારી અને સમાન વયની સ્ત્રીઓ છે.
(૩૪) અને છલકતા શરાબના પ્યાલાઓ છે.
(૩૫) ત્યાં ન તો તેઓ અશ્લિલ વાતો સાંભળશે અને ન જૂઠી વાતો સાંભળશે .
(૩૬) (તેમને) તમારા રબ તરફથી (તેમની નેકીઓનો) આ બદલો મળશે જે પૂરતા ઉપહારો (ઈનામો) હશે.
(૩૭) (તે) રબના તરફથી મળશે જે આકાશોનો, ધરતીનો અને જે કંઈ તેની વચ્ચે છે તે બધાનો રબ છે અને ખૂબ જ કૃપાળુ છે કોઈને પણ તેનાથી વાતચીત કરવાનો હક નહિં હોય.
(૩૮) જે દિવસે આત્મા (રૂહ) અને ફરિશ્તાઓ હારબદ્ધ ઊભા હશે, તો કોઈ વાત નહિં કરી શકે, પરંતુ જેને ખૂબ જ કૃપાળુ (રહેમાન) આજ્ઞા આપે અને તે જ યોગ્ય વાત મોઢાથી કાઢશે.
૩૯) આ દિવસ સત્ય છે હવે જે ઈચ્છે તે પોતાના રબના પાસે (નેક કામ કરીને) જગ્યા બનાવી લે.[13]
(૪૦) અમે તમને નજીકના ભવિષ્યમાં ઘટિત થનાર અઝાબથી ડરાવી દીધા (અને ચેતવણી આપી) જે દિવસે માણસ પોતાના હાથોની કમાણીને જોઈ લેશે અને કાફિર કહેશે કે “કાશ! હું માટી બની જતો” (ع-૨)[14]