Surah Ash-Shuraa

સૂરહ અશ્-શૂરા

રૂકૂ : ૫

આયત ૪૪ થી ૫૩

وَ مَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ وَّلِیٍّ مِّنْۢ بَعْدِهٖ ؕ وَ تَرَى الظّٰلِمِیْنَ لَمَّا رَاَوُا الْعَذَابَ یَقُوْلُوْنَ هَلْ اِلٰى مَرَدٍّ مِّنْ سَبِیْلٍ ۚ (44)

(૪૪) અને જેને અલ્લાહ (તઆલા) ભટકાવી દે તેનો તેના પછી કોઈ સંરક્ષક નથી, અને તમે જોશો કે જાલિમ લોકો અઝાબો જોઈને કહી રહ્યા હશે કે શું પાછા ફરવાનો કોઈ રસ્તો છે ?


وَ تَرٰىهُمْ یُعْرَضُوْنَ عَلَیْهَا خٰشِعِیْنَ مِنَ الذُّلِّ یَنْظُرُوْنَ مِنْ طَرْفٍ خَفِیٍّ ؕ وَ قَالَ الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّ الْخٰسِرِیْنَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَ اَهْلِیْهِمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ اَلَاۤ اِنَّ الظّٰلِمِیْنَ فِیْ عَذَابٍ مُّقِیْمٍ (45)

(૪૫) અને તમે તેમને જોશો કે તેઓને (જહન્નમના) સામે લાવીને ઊભા કરી દેવામાં આવશે, અપમાનના કારણે ઝૂકી જતા હશે અને તીરછી નજરોથી જોઈ રહ્યા હશે, ઈમાનવાળાઓ સ્પષ્ટ રીતે કહેશે કે હકીકતમાં નુકસાન ઉઠાવનારા તેઓ છે, જેમણે આજે કયામતના દિવસે પોતાને અને પોતાના પરિવારને નુકસાનમાં નાખી દીધા, યાદ રાખો કે બેશક જાલિમ લોકો હંમેશા રહેનારા અઝાબમાં છે.


وَ مَا كَانَ لَهُمْ مِّنْ اَوْلِیَآءَ یَنْصُرُوْنَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ ؕ وَ مَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ سَبِیْلٍ ؕ (46)

(૪૬) અને તેમની મદદ કરવાવાળો કોઈ નથી, જે અલ્લાહ (તઆલા)થી અલગ તેમની મદદ કરી શકે, અને જેને અલ્લાહ ભટકાવી દે તેના માટે કોઈ જ માર્ગ નથી.


اِسْتَجِیْبُوْا لِرَبِّكُمْ مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا مَرَدَّ لَهٗ مِنَ اللّٰهِ ؕ مَا لَكُمْ مِّنْ مَّلْجَاٍ یَّوْمَئِذٍ وَّ مَا لَكُمْ مِّنْ نَّكِیْرٍ(47)

(૪૭) પોતાના રબનો હુકમ માની લો એના પહેલા કે અલ્લાહ તરફથી તે દિવસ આવી જાય જેનું ટળવું અશક્ય છે, તમને તે દિવસે ન તો કોઈ પનાહની જગ્યા મળશે અને ન છુપાઈને અજાણ બની જવાની.


فَاِنْ اَعْرَضُوْا فَمَاۤ اَرْسَلْنٰكَ عَلَیْهِمْ حَفِیْظًا ؕ اِنْ عَلَیْكَ اِلَّا الْبَلٰغُ ؕ وَ اِنَّاۤ اِذَاۤ اَذَقْنَا الْاِنْسَانَ مِنَّا رَحْمَةً فَرِحَ بِهَا ۚ وَ اِنْ تُصِبْهُمْ سَیِّئَةٌۢ بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ فَاِنَّ الْاِنْسَانَ كَفُوْرٌ(48)

(૪૮) જો તેઓ વિમુખ થઈ જાય તો અમે તમને તેમના પર રક્ષક બનાવીને નથી મોકલ્યા, તમારી ફરજ તો માત્ર સંદેશ પહોંચાડી દેવાની છે અને જયારે અમે મનુષ્યને અમારી કૃપાની મજા ચખાડીએ છીએ, તો તે તેના પર ઈતરાવા લાગે છે, અને જો તેમને તેમના કર્મોના કારણે કોઈ મુસીબત આવે છે તો બેશક મનુષ્ય ખૂબ જ નાશુક્રો (અપકારી) છે.


لِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ یَخْلُقُ مَا یَشَآءُ ؕ یَهَبُ لِمَنْ یَّشَآءُ اِنَاثًا وَّ یَهَبُ لِمَنْ یَّشَآءُ الذُّكُوْرَ ۙ (49)

(૪૯) આકાશો અને ધરતીનું રાજય અલ્લાહ (તઆલા)ના માટે જ છે, તે જે ચાહે છે પેદા કરે છે, જેને ચાહે છોકરીઓ આપે અને જેને ચાહે છોકરાઓ આપે છે.


اَوْ یُزَوِّجُهُمْ ذُكْرَانًا وَّ اِنَاثًا ۚ وَ یَجْعَلُ مَنْ یَّشَآءُ عَقِیْمًا ؕ اِنَّهٗ عَلِیْمٌ قَدِیْرٌ (50)

(૫૦) અથવા તેમને ભેગા કરી દે છે, છોકરો પણ અને છોકરી પણ, અને જેને ચાહે વાંઝણી કરી દે છે, તે મહાન જ્ઞાની અને શક્તિશાળી છે.


وَ مَا كَانَ لِبَشَرٍ اَنْ یُّكَلِّمَهُ اللّٰهُ اِلَّا وَحْیًا اَوْ مِنْ وَّرَآئِ حِجَابٍ اَوْ یُرْسِلَ رَسُوْلًا فَیُوْحِیَ بِاِذْنِهٖ مَا یَشَآءُ ؕ اِنَّهٗ عَلِیٌّ حَكِیْمٌ (51)

(૫૧) અને શક્ય નથી કે કોઈ બંદા સાથે અલ્લાહ (તઆલા) વાતચીત કરે, પરંતુ વહીના સ્વરૂપમાં અથવા પડદા પાછળથી અથવા કોઈ ફરિશ્તાને મોકલે, અને તે અલ્લાહના હુકમથી તે જે ચાહે વહી કરે, બેશક તે સર્વોચ્ચ હિકમતવાળો છે.


وَ كَذٰلِكَ اَوْحَیْنَاۤ اِلَیْكَ رُوْحًا مِّنْ اَمْرِنَا ؕ مَا كُنْتَ تَدْرِیْ مَا الْكِتٰبُ وَ لَا الْاِیْمَانُ وَ لٰكِنْ جَعَلْنٰهُ نُوْرًا نَّهْدِیْ بِهٖ مَنْ نَّشَآءُ مِنْ عِبَادِنَا ؕ وَ اِنَّكَ لَتَهْدِیْۤ اِلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۙ (52)

(૫૨) અને આ રીતે અમે તમારા તરફ અમારા હુકમથી રૂહ (આત્મા)ને ઉતારી છે, તમે તેના પહેલા એ પણ જાણતા ન હતા કે કિતાબ અને ઈમાન શું વસ્તુ છે ? પરંતુ અમે તેને નૂર (પ્રકાશ) બનાવ્યું, તેના વડે પોતાના બંદાઓમાંથી જેને ઈચ્છીએ હિદાયત આપીએ છીએ, બેશક તમે સાચા માર્ગની હિદાયત કરી રહ્યા છો.


صِرَاطِ اللّٰهِ الَّذِیْ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ ؕ اَلَاۤ اِلَى اللّٰهِ تَصِیْرُ الْاُمُوْرُ ۧ (53)

(૫૩) તે અલ્લાહના માર્ગની જેની માલિકીમાં આકાશો અને ધરતીની દરેક વસ્તુ છે. ખબરદાર રહો, તમામ કામો અલ્લાહ તરફ જ પાછા ફરે છે. (ع-)