(૧૦૯) જે (કયામતના) દિવસે અલ્લાહ (તઆલા) પયગંબરોને જમા કરશે, પછી પૂછશે કે તમને શું જવાબ મળ્યો હતો? તેઓ જવાબ આપશે અમને કશુ ખબર નથી, ફક્ત તું જ ગૈબનો જાણકાર છે.
(૧૧૦) જ્યારે અલ્લાહ કહેશે કે, “હે મરયમના પુત્ર ઈસા! તમારા અને તમારી માતા ઉપર મારી ને’મતને યાદ કરો જયારે મેં પવિત્ર આત્મા[81] (જીબ્રઈલ)ના જરીએ તમારી મદદ કરી, તમે પારણામાં અને આધેડ ઉંમરમાં લોકોથી વાત કરતા રહ્યા. અને જયારે અમે કિતાબ અને હિકમત અને તૌરાત અને ઈન્જીલનું ઈલ્મ આપ્યુ અને જ્યારે તમે મારા હુકમથી પક્ષીની પ્રતિમા માટીથી બનાવતા હતા અને તેમાં ફૂંકતા હતા તો મારા હુકમથી પક્ષી બની જતુ હતું અને તમે મારા હુકમથી જન્મજાત આંધળા અને કોઢીને તંદુરસ્ત કરી રહ્યા હતા અને મારા હુકમથી મડદાંઓને નીકાળતા હતા અને જયારે મેં ઈસરાઈલના પુત્રોને તમારાથી રોકયા જ્યારે તમે તેમની પાસે સ્પષ્ટ નિશાની લાવ્યા[82] તો તેમનામાંથી કાફિરોએ કહ્યું કે આ ફક્ત ખુલ્લો જાદુ છે.
(૧૧૧) અને જયારે કે મેં હવારિયોને પ્રેરણા આપી[83] કે તમે મારા પર અને મારા રસૂલો ૫૨ ઈમાન લાવો, તેમણે કહ્યું, “અમે ઈમાન લાવ્યા અને તમે ગવાહ રહેજો કે અમે પૂરી રીતે ફરમાબરદાર છીએ.”
(૧૧૨) યાદ કરો જયારે હવારિયોએ કહ્યું કે, “હૈ ઈસા, મરયમના પુત્ર! શું તમારો રબ અમારા ૫૨ આકાશમાંથી એક થાળ ઉતારી શકે છે ?”[84] તેણે (ઈસા) કહ્યું, “જો તમે ઈમાન ધરાવો છો તો અલ્લાહથી ડરો."
(૧૧૩) તેમણે કહ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે તેમાંથી ખાઈએ અને અમારા દિલોને સુકૂન થઈ જાય અને અમને યકીન થાય કે તમે અમને સાચુ કહ્યું અને અમે તેના ૫૨ ગવાહ થઈ જઈએ.”
(૧૧૪) મરયમના પુત્ર ઈસાએ કહ્યું, “હે અલ્લાહ! અમારા ૫૨ આકાશમાંથી એક થાળ ઉતારી દે જે અમારા માટે અને અમારાથી પહેલા અને પછીના લોકો માટે ખુશીની વાત બની જાય અને તારા તરફથી એક નિશાની હોય અને અમને રોજી આપ, તું બહેતર રોજી આપવાવાળો છે.”
(૧૧૫) અલ્લાહ (તઆલા)એ કહ્યું કે, “હું તેને તમારા લોકો માટે ઉતારવાનો છું, ત્યારબાદ તમારામાંથી જે વ્યક્તિ કુફ્ર કરશે તો હું તેને એવો અઝાબ આપીશ કે એવો અઝાબ સમગ્ર દુનિયામાં કોઈને નહીં આપું." (ع-૧૫)