(૮૮) તમને શું થઈ ગયું છે કે મુનાફિકોના વિષે બે જૂથ થઈ રહ્યા છો ?[61] તેઓને તો તેમના કર્મોને કારણે અલ્લાહ (તઆલા)એ ઊંધા કરી દીધા છે. હવે શું તમે એવું ઈચ્છો છો કે તેને માર્ગ બતાવો, જેને અલ્લાહે ગુમરાહ કરી દીધો છે, તો જેને અલ્લાહ ગુમરાહ કરી દે તેના માટે તમે કદી પણ કોઈ માર્ગ પામશો નહીં.
(૮૯) તેઓ તમન્ના કરે છે કે જેવા કાફિર તેઓ છે તમે પણ તેમની જેમ ઈમાનનો ઈન્કાર કરવા લાગો અને તમે બધા સમાન થઈ જાઓ, એટલા માટે તેમનામાંથી કોઈને સાચો દોસ્ત ન બનાવો,[62] જયાં સુધી તેઓ અલ્લાહના માર્ગમાં હિજરત ન કરે, પછી જો (આનાથી) મોઢું ફેરવી લે તો તેમને પકડો,[63] અને જયાં જુઓ ત્યાં કતલ કરો. ખબરદાર ! તેમનામાંથી કોઈને દોસ્ત અને મદદગાર ન સમજી બેસો.
(૯૦) પરંતુ તે કોમ સાથે સંબંધ રાખો જે કોમ અને તમારા વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે અથવા જો તમારી પાસે આવે તો તેમના દિલ તંગ થઈ રહ્યા હોય કે તમારાથી લડે, અથવા પોતાની કોમથી લડે, અને જો અલ્લાહ ચાહત તો તેમને તમારી ઉ૫૨ તાકાત આપી દેતો અને તેઓ જરૂર તમારાથી લડતા, તો જો તેઓ તમારાથી અલગ રહે અને લડાઈ ન કરે અને તમારી તરફ સલામતીનો સંદેશ રજૂ કરે તો (પછી) અલ્લાહે તમારા માટે તેમની પર કોઈ માર્ગ યુદ્ધનો નથી બનાવ્યો.
(૯૧) તમે બીજા કેટલાકને જુઓ જેઓ તમારાથી અને પોતાની કોમથી સલામત રહેવા ઈચ્છે છે, અને જયારે પણ તેઓ ફિત્ના[64] તરફ ફેરવી દેવામાં આવે છે તો તેમાં ઊંધા મોઢે પડી જાય છે, જો તેઓ તમારાથી અલગ ન રહે અને તમારાથી સમાધાન ન કરે અને પોતાના હાથ ન રોકે તો તેઓને પકડો અને જયાં પણ જુઓ કતલ કરો, આ તે છે જેમની ઉ૫૨ અમે તમને સ્પષ્ટ દલીલ આપી છે. (ع-૧૨)