(૫૯) તો તમે કહી દો કે, “તમામ પ્રશંસા અલ્લાહના માટે જ છે અને તેના પસંદ કરેલા બંદાઓ ઉપર સલામ છે, શું અલ્લાહ (તઆલા) બહેતર છે કે તે જેમને આ લોકો ભાગીદાર બનાવી રહ્યા છે ?
(૬૦) (જરા બતાવો તો) આકાશો અને ધરતીને કોણે પેદા કર્યા ? કોણે આકાશમાંથી પાણી વરસાવ્યું ? પછી તેના વડે લીલાછમ બાગ કોણે ઉગાડ્યા? આ બાગોના વૃક્ષોને તમે કદી ઉગાડી શકતા નથી, શું અલ્લાહ સિવાય કોઈ બીજો બંદગીના લાયક પણ છે ? બલ્કે આ લોકો સીધા માર્ગથી ભટકી જાય છે.
(૬૧) શું તે જેણે ધરતીને નિવાસસ્થાન બનાવ્યુ, તેના વચ્ચે નદીઓ વહેવડાવી દીધી, તેમાં પર્વતો બનાવ્યા અને બે સમુદ્રો વચ્ચે આડ બનાવી દીધી ? શું અલ્લાહ સાથે કોઈ બીજો બંદગીને લાયક પણ છે ? બલ્કે આમાંથી મોટાભાગના કશું જાણતા નથી.
(૬૨) લાચારની પોકારને જ્યારે કે તે પોકારે છે તેને કોણ ક્બૂલ કરી તક્લીફને દૂર કરી દે છે ? અને તમને ધરતીનો ખલીફા બનાવે છે ? શું અલ્લાહ (તઆલા)ના સાથે બીજો કોઈ બંદગીના લાયક છે?[1] તમે ઘણી ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.
(૬૩) તે કોણ છે જે તમને સમુદ્ર અને ધરતી પરના અંધકારમાં માર્ગ દેખાડે છે અને જે પોતાની કૃપાના આગળ ખુશખબર આપવાવાળી હવા ચલાવે છે ? શું અલ્લાહ સાથે કોઈ બીજો મા'બૂદ પણ છે? જેમને આ લોકો ભાગીદાર બનાવે છે, તે બધાથી અલ્લાહ (તઆલા) બુલંદ છે.
(૬૪) તે કોણ છે જે સૃષ્ટિને પ્રથમ વખતે પેદા કરે છે પછી તેનું પુનરાવર્તન કરે છે અને જે તમને આકાશ અને ધરતીમાંથી રોજી આપી રહ્યો છે ? શું અલ્લાહના સાથે કોઈ બીજો મા'બૂદ પણ છે ? કહી દો કે, “જો તમે સાચા હોવ તો પોતાની દલીલ લાવો.”
(૬૫) ક્હી દો કે, “આકાશવાળાઓમાંથી અને ધરતીવાળાઓમાંથી અલ્લાહના સિવાય કોઈ પણ ગૈબ (ની વાતો) નથી જાણતું,[1] તેમને તો એની પણ ખબર નથી કે તેઓ ક્યારે ફરીથી જીવતા કરવામાં આવશે.
(૬૬) બલ્કે આખિરતના વિશે તેમનું જ્ઞાન ખતમ થઈ ચૂક્યુ છે, બલ્કે આ લોકો તેના વિશે શંકામાં છે, બલ્કે આ લોકો તેનાથી આંધળા છે.” (ع-૫)