Surah Al-Ahqaf
સૂરહ અલ-અહકાફ
રૂકૂઅ : ૩
આયત ૨૧ થી ૨૬
وَ اذْكُرْ اَخَا عَادٍ ؕ اِذْ اَنْذَرَ قَوْمَهٗ بِالْاَحْقَافِ وَ قَدْ خَلَتِ النُّذُرُ مِنْۢ بَیْنِ یَدَیْهِ وَ مِنْ خَلْفِهٖۤ اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ (21)
(૨૧) અને આદના ભાઈને યાદ કરો જ્યારે તેણે પોતાની કોમવાળાઓને અહકાફમાં (રેતીના ટીલા પર) ડરાવ્યા, અને બેશક આના પહેલા પણ ડરાવનારા પસાર થઈ ચૂક્યા છે અને આમના પછી પણ કે, “તમે અલ્લાહ (તઆલા)ના સિવાય બીજાઓની બંદગી ન કરો. બેશક હું તમારા પર મહાન દિવસના અઝાબથી ડરું છું.”
قَالُوْۤا اَجِئْتَنَا لِتَاْفِكَنَا عَنْ اٰلِهَتِنَا ۚ فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ (22)
(૨૨) કોમે જવાબ આપ્યો કે, “શું તમે અમારા પાસે એટલા માટે આવ્યા છો કે અમને અમારા દેવતાઓ (ની બંદગી) થી રોકી દો ? તો જો તમે સાચા છો તો જે અઝાબોનો તમે વાયદો કરો છો તેને અમારા પર લાવી દો.”
قَالَ اِنَّمَا الْعِلْمُ عِنْدَ اللّٰهِ { ۖز} وَ اُبَلِّغُكُمْ مَّاۤ اُرْسِلْتُ بِهٖ وَ لٰكِنِّیْۤ اَرٰىكُمْ قَوْمًا تَجْهَلُوْنَ (23)
(૨૩) (હજરત હૂદે) કહ્યું કે, “(આનું) ઈલ્મ તો અલ્લાહના જ પાસે છે, હું તો જે સંદેશો આપીને મોકલવામાં આવ્યો છું તે તમને પહોંચાડી રહ્યો છું, પરંતુ હું જોઈ રહ્યો છું કે તમે લોકો મૂર્ખતા કરી રહ્યા છો.”
فَلَمَّا رَاَوْهُ عَارِضًا مُّسْتَقْبِلَ اَوْدِیَتِهِمْ ۙ قَالُوْا هٰذَا عَارِضٌ مُّمْطِرُنَا ؕ بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُمْ بِهٖ ؕ رِیْحٌ فِیْهَا عَذَابٌ اَلِیْمٌ ۙ (24)
(૨૪) પછી જ્યારે તેમણે અઝાબને વાદળ સ્વરૂપે પોતાના મેદાનો તરફ આવતા જોયો તો કહેવા લાગ્યા કે, “આ વાદળ અમારા પર વરસનાર છે”, (નહિ) પરંતુ હકીક્તમાં આ વાદળ તે (પ્રકોપ) છે જેની તમે ઉતાવળ કરી રહ્યા હતા, આ હવા છે જેમાં પીડાકારી યાતનાઓ છે.
تُدَمِّرُ كُلَّ شَیْءٍۭ بِاَمْرِ رَبِّهَا فَاَصْبَحُوْا لَا یُرٰۤى اِلَّا مَسٰكِنُهُمْ ؕ كَذٰلِكَ نَجْزِی الْقَوْمَ الْمُجْرِمِیْنَ (25)
(૨૫) જે પોતાના રબના હુકમથી દરેક વસ્તુને નષ્ટ કરી દેશે,” તો તેઓ એવા થઈ ગયા કે તેમના ઘરો સિવાય કશું દેખાતું ન હતું, ગુનેહગારોના જૂથને અમે આવી રીતે સજા આપીએ છીએ.
وَ لَقَدْ مَكَّنّٰهُمْ فِیْمَاۤ اِنْ مَّكَّنّٰكُمْ فِیْهِ وَ جَعَلْنَا لَهُمْ سَمْعًا وَّ اَبْصَارًا وَّ اَفْئِدَةً { ۖز} فَمَاۤ اَغْنٰى عَنْهُمْ سَمْعُهُمْ وَ لَاۤ اَبْصَارُهُمْ وَ لَاۤ اَفْئِدَتُهُمْ مِّنْ شَیْءٍ اِذْ كَانُوْا یَجْحَدُوْنَ ۙ بِاٰیٰتِ اللّٰهِ وَ حَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۧ (26)
(૨૬) અને નિશ્ચિતરૂપે અમે (આદની કોમ)ને તે શક્તિ આપી હતી જે તમને નથી આપી અને અમે તેમને કાન, આંખો અને દિલ પણ આપી રાખ્યા હતા, પરંતુ તેમના કાન, આંખો અને દિલોએ તેમને કંઈ ફાયદો ન પહોંચાડ્યો, જ્યારે કે તેઓ અલ્લાહ (તઆલા)ની આયતોનો ઈન્કાર કરવા લાગ્યા અને જે વાતનો તેઓ મજાક ઉડાવ્યા કરતા હતા, તે જ તેમના પર પાછી પડી. (ع-૩)