Surah Ad-Duhaa
સૂરહ અઝ્-ઝુહા
સૂરહ અઝ્-ઝુહા
સૂરહ અઝ્-ઝુહા (૯૩)
ચાશ્ત (સૂર્યના ઊંચા થઈ જવા) નો સમય
સૂરહ અઝ્-ઝુહા[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં અગિયાર (૧૧) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સોગંદ છે ચાશ્ત (સૂર્યના ઊંચા થઈ જવા) ના સમયના.[1]
(૨) અને સોગંદ છે રાત્રીના જયારે તે છવાઈ જાય.
(૩) ન તો તમારા રબે તમને છોડી દીધા છે, ન તે નારાજ થયો.
(૪) બેશક તમારા માટે પછીનો સમય પહેલાના સમય કરતા વધુ સારો છે.
(૫) તમને તમારો રબ ખૂબ જ જલ્દી (ઈનામ) આપશે કે તમે ખુશ થઈ જશો.[2]
(૬) શું તેણે તમને અનાથ (યતીમ) જોઈને ઠેકાણું નથી આપ્યું ?
(૭) અને તમને માર્ગથી અજાણ જોયા પછી સીધો માર્ગ નથી બતાવ્યો ?[3]
(૮) અને તમને ગરીબ જોઈને અમીર નથી બનાવી દીધા ?
(૯) તો અનાથ પર તમે પણ સખ્તી ન કરો.
(૧૦) અને માંગવાવાળાને ધુત્કારશો નહીં.
(૧૧) અને પોતાના રબના ઉપકારો (નેઅમતો) નું વર્ણન કરતા રહો.[4] (ع-૧)