Surah Ibrahim

સૂરહ ઈબ્રાહીમ

રૂકૂઅ : ૪

આયત ૨૨ થી ૨૭

وَ قَالَ الشَّیْطٰنُ لَمَّا قُضِیَ الْاَمْرُ اِنَّ اللّٰهَ وَعَدَكُمْ وَعْدَ الْحَقِّ وَ وَعَدْتُّكُمْ فَاَخْلَفْتُكُمْ ؕ وَ مَا كَانَ لِیَ عَلَیْكُمْ مِّنْ سُلْطٰنٍ اِلَّاۤ اَنْ دَعَوْتُكُمْ فَاسْتَجَبْتُمْ لِیْ ۚ فَلَا تَلُوْمُوْنِیْ وَ لُوْمُوْۤا اَنْفُسَكُمْ ؕ مَاۤ اَنَا بِمُصْرِخِكُمْ وَ مَاۤ اَنْتُمْ بِمُصْرِخِیَّ ؕ اِنِّیْ كَفَرْتُ بِمَاۤ اَشْرَكْتُمُوْنِ مِنْ قَبْلُ ؕ اِنَّ الظّٰلِمِیْنَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ (22)

(૨૨) અને જ્યારે કામનો નિર્ણય કરી દેવામાં આવશે તો શેતાન કહેશે કે, “અલ્લાહે તો તમને સાચો વાયદો આપ્યો હતો અને મેં તમને જે વાયદો આપ્યો તેના વિરૂધ્ધ કર્યુ, મારૂ કોઈ જોર તમારા પર તો હતું જ નહિ, હા, મેં તમને બોલાવ્યા અને તમે મારું માની લીધુ, હવે તમે મારા પર આરોપ ન લગાવો, બલ્કે પોતે પોતાની જાતને ધિક્કારો, ન હું તમારી મદદ કરી શકુ અને ન તમે મારી ફરિયાદને પહોંચવાવાળા, હું તો (શરૂઆતથી) માનતો જ નથી કે તમે મને આના પહેલા અલ્લાહ (તઆલા)નો ભાગીદાર સમજતા રહ્યા, બેશક જાલિમો માટે પીડાકારી સજા છે.”


وَ اُدْخِلَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا بِاِذْنِ رَبِّهِمْ ؕ تَحِیَّتُهُمْ فِیْهَا سَلٰمٌ (23)

(૨૩) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા તેઓને તે જન્નતોમાં દાખલ કરવામાં આવશે, જેની નીચે નહેરો વહી રહી છે, ત્યાં તેઓ હંમેશા રહેશે પોતાના રબના હુકમ થી, ત્યાં તેમનું સ્વાગત સલામ જ સલામથી થશે.


اَلَمْ تَرَ كَیْفَ ضَرَبَ اللّٰهُ مَثَلًا كَلِمَةً طَیِّبَةً كَشَجَرَةٍ طَیِّبَةٍ اَصْلُهَا ثَابِتٌ وَّ فَرْعُهَا فِی السَّمَآءِۙ (24)

(૨૪) શું તમે ન જોયું કે અલ્લાહ (તઆલા) એ પવિત્ર વાતનું ઉદાહરણ એક પવિત્ર વૃક્ષ જેવું વર્ણન કર્યું, જેની જડો મજબૂત છે અને જેની શાખાઓ આકાશમાં છે.


تُؤْتِیْۤ اُكُلَهَا كُلَّ حِیْنٍۭ بِاِذْنِ رَبِّهَا ؕ وَ یَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ (25)

(૨૫) જે પોતાના રબના હુકમથી દરેક સમયે ફળ લાવે છે, અને અલ્લાહ (તઆલા) લોકોના માટે ઉદાહરણો વર્ણન કરે છે જેથી તેઓ નસીહત પ્રાપ્ત કરે.


وَ مَثَلُ كَلِمَةٍ خَبِیْثَةٍ كَشَجَرَةٍ خَبِیْثَةِ اِن جْتُثَّتْ مِنْ فَوْقِ الْاَرْضِ مَا لَهَا مِنْ قَرَارٍ (26)

(૨૬) અને અપવિત્ર વાતની તુલના ખરાબ વૃક્ષ જેવી છે જે ધરતીના થોડાક જ ઉપરથી ઉખાડી લેવામાં આવ્યુ, તેને કશું સ્થિરતા તો હોય નહિ.


یُثَبِّتُ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا بِالْقَوْلِ الثَّابِتِ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَ فِی الْاٰخِرَةِ ۚ وَ یُضِلُّ اللّٰهُ الظّٰلِمِیْنَ ۙقف وَ یَفْعَلُ اللّٰهُ مَا یَشَآءُ ۧ (27)

(૨૭) ઈમાનવાળાઓને અલ્લાહ (તઆલા) પાકી વાત સાથે કાયમ રાખે છે, દુનિયાની જિંદગીમાં પણ અને આખિરતમાં પણ, હા, જાલિમ લોકોને અલ્લાહ (તઆલા) ભટકાવી દે છે અને અલ્લાહ જે ચાહે કરી નાખે. (ع-)