Surah Al-'Ankabut

સૂરહ અલ-અન્કબૂત

રૂકૂઅ : ૨

આયત ૧૪ થી ૨૨

وَ لَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰى قَوْمِهٖ فَلَبِثَ فِیْهِمْ اَلْفَ سَنَةٍ اِلَّا خَمْسِیْنَ عَامًا ؕ فَاَخَذَهُمُ الطُّوْفَانُ وَ هُمْ ظٰلِمُوْنَ (14)

(૧૪) અને અમે નૂહ (અ.સ.) ને તેમની કોમ તરફ મોકલ્યા, તે તેમના વચ્ચે સાડા નવસો વર્ષ સુધી રહ્યા, છેવટે તે લોકોને તોફાને ઝડપી લીધા અને તેઓ હતા પણ જાલિમ.


فَاَنْجَیْنٰهُ وَ اَصْحٰبَ السَّفِیْنَةِ وَ جَعَلْنٰهَاۤ اٰیَةً لِّلْعٰلَمِیْنَ (15)

(૧૫) ત્યારબાદ અમે તેમને અને નૌકાવાળાઓને છૂટકારો આપ્યો અને અમે આ કિસ્સાને સમગ્ર દુનિયાના લોકો માટે બોધદાયક નિશાની બનાવી દીધી.


وَ اِبْرٰهِیْمَ اِذْ قَالَ لِقَوْمِهِ اعْبُدُوا اللّٰهَ وَ اتَّقُوْهُ ؕ ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ (16)

(૧૬) અને ઈબ્રાહીમ (અ.સ.) એ પણ પોતાની કોમને કહ્યું કે, “અલ્લાહ (તઆલા)ની બંદગી કરો અને તેનાથી ડરતા રહો, જો તમારામાં બુદ્ધિ હોય તો આ જ તમારા માટે બહેતર છે


اِنَّمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اَوْثَانًا وَّ تَخْلُقُوْنَ اِفْكًا ؕ اِنَّ الَّذِیْنَ تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَا یَمْلِكُوْنَ لَكُمْ رِزْقًا فَابْتَغُوْا عِنْدَ اللّٰهِ الرِّزْقَ وَ اعْبُدُوْهُ وَ اشْكُرُوْا لَهٗ ؕ اِلَیْهِ تُرْجَعُوْنَ (17)

(૧૭) તમે તો અલ્લાહ સિવાય મૂર્તિઓની પૂજા કરી રહ્યા છો અને જૂઠી વાતો મનથી ઘડી લો છો (સાંભળો !) જેમની તમે અલ્લાહ (તઆલા) સિવાય બંદગી કરી રહ્યા છો, તેઓ તો તમારી રોજી ના માલિક નથી, એટલા માટે તમારે જોઈએ કે અલ્લાહ (તઆલા) પાસે જ રોજી માંગો અને તેની જ બંદગી કરો અને તેનો જ આભાર માનો, અને તેના તરફ જ તમે પાછા લઈ જવામાં આવશો.


وَ اِنْ تُكَذِّبُوْا فَقَدْ كَذَّبَ اُمَمٌ مِّنْ قَبْلِكُمْ ؕ وَ مَا عَلَى الرَّسُوْلِ اِلَّا الْبَلٰغُ الْمُبِیْنُ (18)

(૧૮) અને જો તમે ખોટા ઠેરવો તો તમારા પહેલાના લોકોએ પણ ખોટા ઠેરવ્યા છે, અને રસૂલનું કર્તવ્ય તો ફક્ત સ્પષ્ટપણે સંદેશો પહોંચાડી દેવાનું જ છે.”


اَوَ لَمْ یَرَوْا كَیْفَ یُبْدِئُ اللّٰهُ الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ ؕ اِنَّ ذٰلِكَ عَلَى اللّٰهِ یَسِیْرٌ (19)

(૧૯) શું તેમણે નથી જોયું કે અલ્લાહે સૃષ્ટિની પેદાઈશ કેવી રીતે કરી, પછી અલ્લાહ તેને પાછી ફેરવી દેશે? આ તો અલ્લાહ માટે ઘણું સરળ છે.


قُلْ سِیْرُوْا فِی الْاَرْضِ فَانْظُرُوْا كَیْفَ بَدَاَ الْخَلْقَ ثُمَّ اللّٰهُ یُنْشِئُ النَّشْاَةَ الْاٰخِرَةَ ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌۚ (20)

(૨૦) કહી દો કે, “ધરતી પર હરી-ફરીને જુઓ તો ખરા કે કેવી રીતે અલ્લાહ (તઆલા)એ સૌ પ્રથમ સૃષ્ટિ પેદા કરી પછી અલ્લાહ (તઆલા) જ બીજી નવી પેદા કરશે, અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.


یُعَذِّبُ مَنْ یَّشَآءُ وَ یَرْحَمُ مَنْ یَّشَآءُ ۚ وَ اِلَیْهِ تُقْلَبُوْنَ (21)

(૨૧) જેને ચાહે સજા આપે અને જેના ઉપર ચાહે દયા કરે, બધા તેના તરફ જ પાછા લઈ જવામાં આવશે.


وَ مَاۤ اَنْتُمْ بِمُعْجِزِیْنَ فِی الْاَرْضِ وَ لَا فِی السَّمَآءِ {ز} وَ مَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّ لَا نَصِیْرٍ ۧ (22)

(૨૨) તમે ન તો ધરતીમાં અલ્લાહ (તઆલા)ને વિવશ કરી શકો છો ન આકાશમાં, અલ્લાહ (તઆલા) સિવાય તમારો કોઈ સંરક્ષક છે ન કોઈ સહાયક. (ع-)