(૧૩) અને કાફિરોએ પોતાના રસૂલોને કહ્યું કે, “અમે તમને દેશમાંથી કાઢી મૂકીશું અથવા તમે પાછા અમારા ધર્મમાં આવી જાઓ, તો તેમના રબે તેમના ઉપર વહી મોકલી કે, “અમે આ જાલિમોનો નાશ કરી દઈશું.”
(૧૪) અને તેમના પછી અમે તમને ધરતી પર વસાવીશું, આ છે તેમના માટે જેઓ મારા સમક્ષ ઊભા રહેવાથી ડરે છે અને મારી ચેતવણીથી ડરે છે.
(૧૫) અને તેમણે નિર્ણય માંગ્યો, અને બધા સરકશ અડિયલ લોકો નિષ્ફળ થઈ ગયા.
(૧૬) પછી તેમના આગળ જહન્નમ છે જ્યાં તેમને પરુંનું પાણી પીવડાવવામાં આવશે.[1]
(૧૭) જેને તકલીફથી ઘૂંટડો-ઘૂંટડો પીશે, પછી પણ તેને ગળાથી નીચે ઉતારી નહિ શકે, અને તેને દરેક બાજુએથી મૃત્યુ આવતું દેખાશે, પરંતુ તે મરશે નહિ, પછી તેના પાછળ સખત અઝાબ છે.
(૧૮) તે લોકોનું ઉદાહરણ જેમણે પોતાના રબ સાથે કુફ્ર કર્યુ તેમના કર્મો તે રાખ જેવા છે જેના પર તેજ હવા તોફાનવાળા દિવસે ચાલે, જે પણ તેમણે કર્યુ તેમાંથી કોઈ વસ્તુ પર શક્તિમાન ન હશે, આ જ દૂરનો ભટકાવ છે.
(૧૯) શું તમે જોયું નહિ કે અલ્લાહ (તઆલા)એ આકાશો અને ધરતીને સર્વશ્રેષ્ઠ પ્રબંધ સાથે પેદા કર્યા છે, જો તે ચાહે તો તમને બધાને બરબાદ કરી નાખે, અને નવી સૃષ્ટિલઈ આવે.
(૨૦) અને અલ્લાહ માટે આ કામ કશુ પણ કઠિન નથી.
(૨૧) અને બધા અલ્લાહ સમક્ષ ઊભા હશે,[1] તે સમયે અશક્ત લોકો ઘમંડ કરનારાઓને કહેશે કે, “અમે તો તમારા આધીન હતા, તો શું તમે અલ્લાહના અઝાબોમાંથી થોડોક અઝાબ અમારાથી દૂર કરી શકો છો ? ” તેઓ જવાબ આપશે કે, “જો અલ્લાહ અમને હિદાયત આપતો તો અમે પણ તમને હિદાયત આપતા, હવે તો અમારા ઉપર કલ્પાંત કરવું અને સબ્ર રાખવું બરાબર છે અમારા માટે કોઈ છુટકારો નથી.” (ع-૩)