Surah Al-Hajj

સૂરહ અલ-હજ્જ

રૂકૂઅ : ૬

આયત ૩૯ થી ૪૮

اُذِنَ لِلَّذِیْنَ یُقٰتَلُوْنَ بِاَنَّهُمْ ظُلِمُوْا ؕ وَ اِنَّ اللّٰهَ عَلٰى نَصْرِهِمْ لَقَدِیْرُۙ (39)

(૩૯) જેના (મુસલમાનો) થી (કાફિરો) લડાઈ કરી રહ્યા છે તેમને પણ લડવાની પરવાનગી આપી દેવામાં આવી છે, કેમકે તેઓ પીડિત (મજલૂમ) છે, બેશક તેમની મદદ માટે અલ્લાહ સંપૂર્ણ સામર્થ્ય ધરાવે છે.


اِن لَّذِیْنَ اُخْرِجُوْا مِنْ دِیَارِهِمْ بِغَیْرِ حَقٍّ اِلَّاۤ اَنْ یَّقُوْلُوْا رَبُّنَا اللّٰهُ ؕ وَ لَوْ لَا دَفْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّهُدِّمَتْ صَوَامِعُ وَ بِیَعٌ وَّ صَلَوٰتٌ وَّ مَسٰجِدُ یُذْكَرُ فِیْهَا اسْمُ اللّٰهِ كَثِیْرًا ؕ وَ لَیَنْصُرَنَّ اللّٰهُ مَنْ یَّنْصُرُهٗ ؕ اِنَّ اللّٰهَ لَقَوِیٌّ عَزِیْزٌ (40)

(૪૦) આ તે લોકો છે જેમને વગર કારણે પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા, ફક્ત તેમના એ કહેવા પર કે અમારો રબ ફક્ત અલ્લાહ છે અને જો અલ્લાહ (તઆલા) લોકોને પરસ્પર એકબીજા વડે હટાવતો ન રહેતો તો બંદગીની જગ્યા અને ગિરજાઘર અને મસ્જિદો અને યહૂદીઓના પૂજા સ્થળો, અને તે મસ્જિદો પણ ધ્વસ્ત કરી નાખવામાં આવતી, જેમાં અલ્લાહનું નામ ખૂબ વધારે લેવામાં આવે છે. જે અલ્લાહની મદદ કરશે, અલ્લાહ પણ તેની જરૂર મદદ કરશે, બેશક અલ્લાહ (તઆલા) ઘણો શક્તિશાળી અને પ્રભુત્વશાળી છે.


اَلَّذِیْنَ اِنْ مَّكَّنّٰهُمْ فِی الْاَرْضِ اَقَامُوا الصَّلٰوةَ وَ اٰتَوُا الزَّكٰوةَ وَ اَمَرُوْا بِالْمَعْرُوْفِ وَ نَهَوْا عَنِ الْمُنْكَرِ ؕ وَ لِلّٰهِ عَاقِبَةُ الْاُمُوْرِ (41)

(૪૧) આ તે લોકો છે જો અમે તેમના કદમ ધરતી પર મજબૂત કરી દઈએ તો તેઓ પાબંદી સાથે નમાઝ પઢશે, અને ઝકાત આપશે, અને સારા કામોનો આદેશ કરશે, અને બૂરા કામોથી રોકશે, અને કામોનું પરિણામ અલ્લાહના અધિકારમાં છે.


وَ اِنْ یُّكَذِّبُوْكَ فَقَدْ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّ عَادٌ وَّ ثَمُوْدُۙ (42)

(૪૨) અને જો તેઓ તમને ખોટા ઠેરવે (તો આશ્ચર્યની વાત નથી) તો આના પહેલા નૂહની કોમ અને આદ અને સમૂદ.


وَ قَوْمُ اِبْرٰهِیْمَ وَ قَوْمُ لُوْطٍۙ (43)

(૪૩) અને ઈબ્રાહીમની કોમ અને લૂતની કોમ.


وَّ اَصْحٰبُ مَدْیَنَ ۚ وَ كُذِّبَ مُوْسٰى فَاَمْلَیْتُ لِلْكٰفِرِیْنَ ثُمَّ اَخَذْتُهُمْ ۚ فَكَیْفَ كَانَ نَكِیْرِ (44)

(૪૪) અને મદયનવાળા પણ પોતપોતાના નબીઓને ખોટા ઠેરવી ચૂક્યા છે, મૂસા પણ ખોટા ઠેરવવામાં આવી ચૂક્યા છે તો અમે કાફિરોને થોડો મોકો આપ્યો, પછી પકડી લીધા, પછી મારો અઝાબ કેવો રહ્યો?


فَكَاَیِّنْ مِّنْ قَرْیَةٍ اَهْلَكْنٰهَا وَ هِیَ ظَالِمَةٌ فَهِیَ خَاوِیَةٌ عَلٰى عُرُوْشِهَا وَ بِئْرٍ مُّعَطَّلَةٍ وَّ قَصْرٍ مَّشِیْدٍ (45)

(૪૫) કેટલીય વસ્તીઓ છે જેને અમે નષ્ટ કરી નાખી એટલા માટે કે તે જાલિમ હતી તો તે પોતાની છતો પર ઊંધી પડી છે, અને કેટલાય આબાદ કૂવાઓ અવાવરાં પડ્યા છે અને કેટલાય પાકા અને ઊંચા કિલ્લાઓ ખંડેર પડ્યા છે.


اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَتَكُوْنَ لَهُمْ قُلُوْبٌ یَّعْقِلُوْنَ بِهَاۤ اَوْ اٰذَانٌ یَّسْمَعُوْنَ بِهَا ۚ فَاِنَّهَا لَا تَعْمَى الْاَبْصَارُ وَ لٰكِنْ تَعْمَى الْقُلُوْبُ الَّتِیْ فِی الصُّدُوْرِ (46)

(૪૬) શું તેમણે ધરતી પર મુસાફરી કરીને ન જોયું, જેથી તેમના દિલ આ વાતોને સમજતા અથવા કાનોથી આ (ઘટનાઓ) ને સાંભળી લેતા, વાત એમ છે કે ફક્ત આંખો જ આંધળી નથી હોતી, પરંતુ તે દિલ આંધળા થઈ જાય છે જે છાતીઓમાં છે.


وَ یَسْتَعْجِلُوْنَكَ بِالْعَذَابِ وَ لَنْ یُّخْلِفَ اللّٰهُ وَعْدَهٗ ؕ وَ اِنَّ یَوْمًا عِنْدَ رَبِّكَ كَاَلْفِ سَنَةٍ مِّمَّا تَعُدُّوْنَ (47)

(૪૭) અને તેઓ તમારા પાસે અઝાબની જલ્દી માંગણી કરી રહ્યા છે, અલ્લાહ (તઆલા) કદી પોતાનું વચન ટાળશે નહિ, હા, બેશક તમારા રબના નજદીક એક દિવસ તમારી ગણતરી અનુસાર એક હજાર વર્ષનો છે.


وَ كَاَیِّنْ مِّنْ قَرْیَةٍ اَمْلَیْتُ لَهَا وَ هِیَ ظَالِمَةٌ ثُمَّ اَخَذْتُهَا ۚ وَ اِلَیَّ الْمَصِیْرُ ۧ (48)

(૪૮) અને ઘણી જુલમ કરનારી વસ્તીઓને અમે ઢીલ આપી, પછી છેવટે તેમને પકડી લીધા, અને મારા તરફ જ પાછા ફરવાનું છે. (ع-૬)