(૧૦૧) અને અમે મૃસાને નવ નિશાનીઓ[1] બિલકુલ સ્પષ્ટ પ્રદાન કરી, તમે પોતે ઈસરાઈલની સંતાનને પૂછી લો કે જ્યારે મૂસા તેમના પાસે પહોંચ્યા તો ફિરઔન બોલ્યો કે, “હે મૂસા! મારા ખયાલથી તમારા ઉપર જાદુ કરી દેવામાં આવ્યું છે.”
(૧૦૨) (મૂસાએ) જવાબ આપ્યો કે, “એ તો તને ખબર પડી ગઈ છે કે આકાશો અને ધરતીના રબે આ નિશાનીઓ દેખાડવા અને સમજાવવા માટે ઉતારી છે, હે ફિરઔન! હું તો સમજી રહ્યો છું કે તું ખરેખર નાશ કરી દેવામાં આવ્યો છે.”
(૧૦૩) અંતે ફિરઔને મજબૂત ઈરાદો કરી લીધો કે તમને ધરતી પરથી ઉખાડી દે તો અમે જાતે તેને અને તેના બધા સાથીઓને ડુબાડી દીધા.
(૧૦૪) અને તેના પછી અમે ઈસરાઈલની સંતાનોને કહી દીધું કે, “તે ધરતી[1] પર તમે વસવાટ કરો, હાં જયારે આખિરતનો વાયદો આવશે, અમે તમને બધાને સમેટી અને લપેટીને લઈ આવીશું.
(૧૦૫) અને અમે આ (કુરઆન)ને સત્ય સાથે ઉતાર્યુ છે અને સત્ય સાથે જ આ ઉતાર્યુ છે, અને અમે તમને ફક્ત ખુશખબર સંભળાવનાર અને સચેત કરનાર બનાવીને મોકલ્યા છે.
(૧૦૬) અને કુરઆનને અમે થોડું-થોડું કરીને એટલા માટે ઉતાર્યું છે કે તમે તેને થોભી-થોભીને લોકોને સંભળાવો, અને અમે પોતે પણ આને ક્રમશઃ થોડું-થોડું ઉતાર્યુછે.”
(૧૦૭) કહી દો, “તમે આના પર ઈમાન લાવો અથવા ન લાવો, જેમને આના પહેલા ઈલ્મ આપવામાં આવ્યું છે તેમના પાસે જ્યારે પણ તેને પઢવામાં આવે છે તો તેઓ ઊંધા મોઢે સિજદો કરવા લાગે છે.”{સિજદો-૪}
(૧૦૮) અને કહે છે કે, “અમારો રબ પવિત્ર છે, અમારા રબનો વાયદો બેશક પૂરો થઈને જ રહેવાનો છે.”
(૧૦૯) અને તેઓ ઊંધા મોઢે રડતાં-રડતાં સિજદાની હાલતમાં પડી જાય છે અને આ કુરઆન તેમની નરમી અને વિનમ્રતા ખૂબ વધારી દે છે. {સિજદો-૪}
(૧૧૦) કહી દો કે, “અલ્લાહને અલ્લાહ કહીને પોકારો અથવા રહમાન (કૃપાળુ) કહીને, જે નામથી પણ પોકારો બધા સારા નામો તેના જ છે,[1] ન તો તમે પોતાની નમાઝ બહુ ઊંચા અવાજમાં પઢો અને ન તો બિલકુલ ધીમા અવાજમાં, બલ્કે તેનાથી વચ્ચેનો રસ્તો અપનાવો.
(૧૧૧) અને કહી દો કે, “તમામ પ્રશંસા અલ્લાહના માટે જ છે, જે ન સંતાન રાખે છે અને ન પોતાની બાદશાહીમાં કોઈને ભાગીદાર રાખે છે, ન તે એવો અશક્ત છે કે તેનો કોઈ મદદગાર હોય”, અને તમે તેની પૂરેપૂરી મહાનતાનું વર્ણન કરતા રહો. (ع-૧૨)