Surah Al-Haqqah

સૂરહ અલ-હાક્કા

રૂકૂ :

આયત ૩૮ થી ૫૨

فَلَاۤ اُقْسِمُ بِمَا تُبْصِرُوْنَ ۙ (38)

(૩૮) તો મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો.


وَ مَا لَا تُبْصِرُوْنَ ۙ (39)

(૩૯) અને તે વસ્તુઓના પણ જેને તમે નથી જોતા


اِنَّهٗ لَقَوْلُ رَسُوْلٍ كَرِیْمٍ ۚ ۙ (40)

(૪૦) કે બેશક આ (કુરઆન) પ્રતિષ્ઠિત રસૂલની વાણી છે.


وَّ مَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ؕ قَلِیْلًا مَّا تُؤْمِنُوْنَ ۙ (41)

(૪૧) આ કોઈ કવિ (શાયર)ની વાણી નથી, (અફસોસ) તમે થોડાક જ ઈમાન લાવો છો.


وَ لَا بِقَوْلِ كَاهِنٍ ؕ قَلِیْلًا مَّا تَذَكَّرُوْنَ ؕ (42)

(૪૨) અને ન કોઈ જ્યોતિષ (કાહિન)ની વાણી છે, (અફસોસ) તમે ખૂબ જ ઓછી નસીહત પ્રાપ્ત કરી રહ્યા છો.


تَنْزِیْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ (43)

(૪૩) (આ તો) સમગ્ર દુનિયાના રબ તરફથી ઉતારવામાં આવ્યું છે.


وَ لَوْ تَقَوَّلَ عَلَیْنَا بَعْضَ الْاَقَاوِیْلِ ۙ (44)

(૪૪) અને જો આ (નબી) અમારા ઉપર કોઈ પણ વાત ઘડી લેતા.


لَاَخَذْنَا مِنْهُ بِالْیَمِیْنِ ۙ (45)

(૪૫) તો જરૂર અમે તેમનો જમણો હાથ પકડી લેતા.


ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِیْن { زۖ } (46)

(૪૬) પછી તેમના હૃદયની નસ કાપી નાખતા.


فَمَا مِنْكُمْ مِّنْ اَحَدٍ عَنْهُ حٰجِزِیْنَ (47)

(૪૭) પછી તમારામાંથી કોઈપણ (અમને) આનાથી રોકવાવાળુ ન હોત.


وَ اِنَّهٗ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِیْنَ (48)

(૪૮) બેશક આ (કુરઆન) પરહેજગારો માટે નસીહત છે.


وَ اِنَّا لَنَعْلَمُ اَنَّ مِنْكُمْ مُّكَذِّبِیْنَ (49)

(૪૯) અને અમને સંપૂર્ણ જ્ઞાન છે કે તમારામાંથી કેટલાક તેને જૂઠાડનારા છે.


وَ اِنَّهٗ لَحَسْرَةٌ عَلَى الْكٰفِرِیْنَ (50)

(૫૦) બેશક (આ જુઠાડવું) કાફિરોના માટે પસ્તાવો છે.


وَ اِنَّهٗ لَحَقُّ الْیَقِیْنِ (51)

(૫૧) અને બેશક આ સંપૂર્ણ સત્ય છે.


فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِیْمِ ۧ (52)

(૫૨) માટે તમે પોતાના મહાન રબની પવિત્રતાનો જાપ (તસ્બીહ) કરો. (ع-)