Surah At-Tawbah

સૂરહ અત્‌ તૌબા

રૂકૂઅ : ૧૬

આયત ૧૨૩ થી ૧૨૯

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا قَاتِلُوا الَّذِیْنَ یَلُوْنَكُمْ مِّنَ الْكُفَّارِ وَ لْیَجِدُوْا فِیْكُمْ غِلْظَةً ؕ وَ اعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ (123)

(૧૨૩) અય ઈમાનવાળાઓ! તે કાફિરોથી લડો જેઓ તમારા આસપાસ છે, અને તેઓ તમારા અંદર સખ્તાઈ જુએ અને યકીન કરો કે અલ્લાહ (તઆલા) તેમના સાથે છે જેઓ તેનાથી ડરે છે.



وَ اِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ فَمِنْهُمْ مَّنْ یَّقُوْلُ اَیُّكُمْ زَادَتْهُ هٰذِهٖۤ اِیْمَانًا ۚ فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا فَزَادَتْهُمْ اِیْمَانًا وَّ هُمْ یَسْتَبْشِرُوْنَ (124)

(૧૨૪)અને જ્યારે કોઈ સૂરહ ઉતારવામાં આવે છે તો કેટલાક (મુનાફિકો) કહે છે કે, “આ સૂરહે તમારામાંથી કોના ઈમાનમાં વધારો કર્યો ?” તો જે લોકો ઈમાનવાળા છે આ સૂરહે તેમના ઈમાનમાં વધારો કર્યો છે, અને તેઓ ખુશ થઈ રહ્યા છે.


وَ اَمَّا الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا اِلٰى رِجْسِهِمْ وَ مَاتُوْا وَ هُمْ كٰفِرُوْنَ (125)

(૧૨૫) અને જેમના દિલોમાં રોગ છે, આ સૂરહે તેમનામાં તેમની ગંદકી સાથે બીજી ગંદકી વધારી દીધી છે અને તેઓ કુફ્રની હાલતમાં જ મૃત્યુ પામ્યા.


اَوَ لَا یَرَوْنَ اَنَّهُمْ یُفْتَنُوْنَ فِیْ كُلِّ عَامٍ مَّرَّةً اَوْ مَرَّتَیْنِ ثُمَّ لَا یَتُوْبُوْنَ وَ لَا هُمْ یَذَّكَّرُوْنَ (126)

(૧૨૬) અને શું તેમને નથી દેખાતું કે આ લોકો દર વર્ષે એક-બે વખતે કોઈને કોઈ મુસીબતમાં નાખવામાં આવે છે? પછી પણ ન તૌબા કરે છે ન નસીહત પ્રાપ્ત કરે છે.


وَ اِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ نَّظَرَ بَعْضُهُمْ اِلٰى بَعْضٍ ؕ هَلْ یَرٰىكُمْ مِّنْ اَحَدٍ ثُمَّ انْصَرَفُوْا ؕ صَرَفَ اللّٰهُ قُلُوْبَهُمْ بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَفْقَهُوْنَ (127)

(૧૨૭) અને જ્યારે કોઈ સૂરહ ઉતારવામાં આવે છે તો એકબીજાને જોવા લાગે છે કે તેમને કોઈ જોઈ રહ્યું તો નથી ને, પછી ચાલી નીકળે છે, અલ્લાહ (તઆલા)એ તેમના દિલ ફેરવી દીધા છે, કેમકે તેઓ નાસમજ લોકો છે.


لَقَدْ جَآءَكُمْ رَسُوْلٌ مِّنْ اَنْفُسِكُمْ عَزِیْزٌ عَلَیْهِ مَا عَنِتُّمْ حَرِیْصٌ عَلَیْكُمْ بِالْمُؤْمِنِیْنَ رَءُوْفٌ رَّحِیْمٌ (128)

(૧૨૮) તમારા પાસે એક એવા પયગંબરની પધરામણી થઈ છે જે તમારામાંથી જ છે, જેમને તમારા નુકસાનની વાતો અસહ્ય લાગે છે, જે તમારા ફાયદાના ઘણા આતુર છે, ઈમાનવાળાઓ માટે ઘણા માયાળુ અને દયાળુ છે.


فَاِنْ تَوَلَّوْا فَقُلْ حَسْبِیَ اللّٰهُ { ۖ ق ز } لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ عَلَیْهِ تَوَكَّلْتُ وَ هُوَ رَبُّ الْعَرْشِ الْعَظِیْمِ ۧ (129)

(૧૧૭) પછી જો તેઓ મોઢુ ફેરવે તો તમે કહી દો કે, “મારા માટે અલ્લાહ પૂરતો છે, તેના સિવાય કોઈ સાચો મા'બૂદ નથી, મેં તેના ઉપર જ ભરોસો કર્યો અને તે ઘણા મોટા અર્શે-અઝીમ (મહાન સિંહાસન) નો માલિક છે. (ع-૧૬)