Surah Al-Mursalat
સૂરહ અલ-મુરસલાત
સૂરહ અલ-મુરસલાત
સૂરહ અલ-મુરસલાત (૭૭)
દિલને મોહિત કરનારી હવા
સૂરહ અલ-મુરસલાત[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પચાસ (૫૦) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
[1] આ સૂરહ મક્કી છે, જેમકે બુખારી અને મુસ્લિમમાં રિવાયત છે, હજરત ઈબ્ને મસઉદ ફરમાવે છે કે અમે મિનાની એક ગુફામાં હતા કે આપ પર સૂરઃ મુરસલાત અવતરિત થઈ, આપ તેને પઢી રહ્યા હતા અને હું તેને આપથી પ્રાપ્ત કરી રહ્યો હતો કે અચાનક એક નાગ આવી ગયો, આપ (ﷺ) એ ફરમાવ્યું કે આને મારી નાખો, પરંતુ તે ઝડપથી નાસી ગયો, આપે ફરમાવ્યું કે તમે તેની બૂરાઈથી અને તે તમારી બૂરાઈથી બચી ગયો.(બુખારી, તફસીર સૂર: મુરસલાત, મુસ્લિમ, કિતાબુલ કતલિલ હયાતે વ ગૈરહા) ક્યારેક રસૂલુલ્લાહ (ﷺ) એ મગરિબની નમાઝમાં પણ આ સૂરહ પઢી છે. (બુખારી, કિતાબુલ અઝાને, બાબુલ કિરાઅતે ફિલ મગરિબ, મુસ્લિમ કિતાબુસ સલાતે, બાબુલ કિરાઅતે ફિસ સુબહે )સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.