(૧૦૨) તો શું કાફિરો એમ વિચારીને બેઠા છે કે મારા સિવાય તેઓ મારા બંદાઓને પોતાના હિમાયતી (મદદગાર) બનાવી લેશે ? (સાંભળો) અમે તો આવા કાફિરોની મહેમાનગતિ માટે જહન્નમને તૈયાર કરી રાખી છે.
(૧૦૩) કહી દો, “જો (તમે કહો તો) હું તમને બતાવી દઉં કે પોતાના કર્મોના કારણે કોણ વધારે નુકસાનમાં છે?”
(૧૦૪) તેઓ છે કે જેમની દુનિયાની જિંદગીની તમામ કોશિશો બેકાર થઈ ગઈ અને તેઓ એવા ભ્રમમાં રહ્યા કે તેઓ ઘણા સારા કામ કરી રહ્યા છે.
(૧૦૫) આ તે લોકો છે જેમણે પોતાના રબની આયતોનો અને તેને મળવાનો ઈન્કાર કર્યો, એટલા માટે તેમના બધા કર્મો બેકાર થઈ ગયા પછી કયામતના દિવસે અમે તેમનો કોઈ ભાર નિર્ધારિત નહિ કરીએ.
(૧૦૬) હકીકત એ છે કે તેમનો બદલો જહન્નમ છે, કેમ કે તેમણે કુફ્ર કર્યુ અને મારી આયતો અને મારા રસૂલોનો મજાક ઉડાવ્યો.
(૧૦૭) જે લોકો ઈમાન લાવ્યા અને તેમણે સારા કામો પણ કર્યા, બેશક તેમના માટે ફિરદૌસ (જન્નતનું સૌથી ઊંચું સ્થાન)[1] ના બાગોમાં સ્વાગત છે.
(૧૦૮) જેમાં તેઓ હંમેશા રહેશે, તે જગ્યાને બદલવાનો કદી પણ તેમનો ઈરાદો જ નહીં થાય.
(૧૦૯) કહી દો કે જો મારા રબની વાતોને લખવા માટે સમુદ્ર શાહી બની જાય તો પણ મારા રબની વાતો સમાપ્ત થતા પહેલા જ તે સમાપ્ત થઈ જાય. ભલે અમે તેના જેવો બીજો સમુદ્ર પણ તેમની મદદ માટે લઈ આવીએ.
(૧૧૦) તમે કહી દો કે હું તો તમારા જેવો જ મનુષ્ય છું, (હાં) મારા તરફ વહી કરવામાં આવે છે કે બધાનો મા'બૂદ ફક્ત એક જ મા'બૂદ છે તો જેણે પણ પોતાના રબને મળવાની ઉમ્મીદ હોય તેને જોઈએ કે નેક કામો કરે અને પોતાના રબની બંદગીમાં[1] કોઈને પણ ભાગીદાર ન બનાવે. (ع-૧૨)