(૯) હે ઈમાનવાળાઓ ! તમારો માલ અને તમારી સંતાન તમને અલ્લાહની યાદથી ગાફેલ ન કરી દે,[1] અને જે લોકો આવું કરશે તેઓ ખૂબ જ નુકસાન ઉઠાવવાવાળા છે.
(૧૦) અને જે કંઈ અમે તમને આપી રાખ્યું છે, તેમાંથી ખર્ચ કરો[1] એના પહેલા કે તમારામાંથી કોઈને મોત આવી જાય, તો કહેવા લાગે કે, “મારા રબ ! તે મને થોડા સમયની મહેતલ કેમ ન આપી,[2] કે હું દાન કરતો અને સદાચારી (નેક) લોકોમાં સામેલ થઈ જતો ?”
(૧૧) અને જયારે કોઈનો નિર્ધારિત સમય આવી જાય છે પછી તેને અલ્લાહ (તઆલા) કદી મોકો નથી આપતો, અને જે કંઈ તમે કરો છો તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે. (ع-૨)