Surah Ha-Mim-As-Sajdah

સૂરહ હા.મીમ.અસ્સજદહ

રૂકૂ : ૩

આયત ૧૯ થી ૨૫

وَ یَوْمَ یُحْشَرُ اَعْدَآءُ اللّٰهِ اِلَى النَّارِ فَهُمْ یُوْزَعُوْنَ (19)

(૧૯) જે દિવસે અલ્લાહના દુશ્મનોને જહન્નમ તરફ લઈ જવામાં આવશે અને તે બધાને ભેગા કરી દેવામાં આવશે.


حَتّٰۤى اِذَا مَا جَآءُوْهَا شَهِدَ عَلَیْهِمْ سَمْعُهُمْ وَ اَبْصَارُهُمْ وَ جُلُوْدُهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ (20)

(૨૦) ત્યાં સુધી કે જયારે જહન્નમ નજીક આવી જશે ત્યારે તેમના પર તેમના કાન અને તેમની આંખો અને તેમની ચામડી તેમના કર્મોની ગવાહી આપશે.


وَ قَالُوْا لِجُلُوْدِهِمْ لِمَ شَهِدْتُّمْ عَلَیْنَا ؕ قَالُوْۤا اَنْطَقَنَا اللّٰهُ الَّذِیْۤ اَنْطَقَ كُلَّ شَیْءٍ وَّ هُوَ خَلَقَكُمْ اَوَّلَ مَرَّةٍ وَّ اِلَیْهِ تُرْجَعُوْنَ (21)

(૨૧) આ લોકો પોતાની ચામડીને કહેશે કે, “તમે અમારા વિરૂધ્ધ કેમ ગવાહી આપી?” તે જવાબ આપશે કે, “અમને તે અલ્લાહે બોલવાની શક્તિ આપી જેણે દરેક વસ્તુને બોલવાની શક્તિ આપી છે, તેણે જ તમને પહેલી વખત પેદા કર્યા અને તેના તરફ જ તમે બધા પાછા લઈ જવામાં આવશો.”


وَ مَا كُنْتُمْ تَسْتَتِرُوْنَ اَنْ یَّشْهَدَ عَلَیْكُمْ سَمْعُكُمْ وَ لَاۤ اَبْصَارُكُمْ وَ لَا جُلُوْدُكُمْ وَ لٰكِنْ ظَنَنْتُمْ اَنَّ اللّٰهَ لَا یَعْلَمُ كَثِیْرًا مِّمَّا تَعْمَلُوْنَ (22)

(૨૨) અને તમે (પોતાના કરતૂતો) એ કારણથી છૂપાવીને રાખતા જ ન હતા કે તમારા પર તમારા કાન અને તમારી આંખો અને તમારી ચામડી ગવાહી આપશે. અને તમે એવું સમજતા રહ્યા કે તમે જે કંઈ કરી રહ્યા છો તેમાનાં ઘણા કાર્યોથી અલ્લાહ અજાણ છે.


وَ ذٰلِكُمْ ظَنُّكُمُ الَّذِیْ ظَنَنْتُمْ بِرَبِّكُمْ اَرْدٰىكُمْ فَاَصْبَحْتُمْ مِّنَ الْخٰسِرِیْنَ (23)

(૨૩) અને તમારૂ આ અનુમાન જે તમે પોતાના રબના વિશે કરી રહ્યા હતા, તે તમને નાશ કરી ગયું, અને છેવટે તમે નુકસાન ઉઠાવનારાઓમાંથી થઈ ગયા.


فَاِنْ یَّصْبِرُوْا فَالنَّارُ مَثْوًى لَّهُمْ ۚ وَ اِنْ یَّسْتَعْتِبُوْا فَمَا هُمْ مِّنَ الْمُعْتَبِیْنَ (24)

(૨૪) હવે જો તેઓ સબ્ર કરે તો પણ તેમનું ઠેકાણું જહન્નમ જ છે અને જો તેઓ તૌબા કરવા ચાહે તો પણ માફ કરવામાં નહિં આવે.


وَ قَیَّضْنَا لَهُمْ قُرَنَآءَ فَزَیَّنُوْا لَهُمْ مَّا بَیْنَ اَیْدِیْهِمْ وَ مَا خَلْفَهُمْ وَ حَقَّ عَلَیْهِمُ الْقَوْلُ فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِّنَ الْجِنِّ وَ الْاِنْسِ ۚ اِنَّهُمْ كَانُوْا خٰسِرِیْنَ ۧ (25)

(૨૫) અને અમે તેમના કેટલાક સાથી નક્કી કરી રાખ્યા હતા, જેમણે તેમના આગળના અને પાછળના કર્મોને તેમની દષ્ટિમાં સુંદર બનાવી રાખ્યા હતા, અને તેમના હકમાં પણ અલ્લાહનો વાયદો તે કોમો સાથે પૂરો થયો જે આમના પહેલા જિન્નાતો અને મનુષ્યોમાંથી પસાર થઈ ગઈ, બેશક તેઓ નુક્સાન ઉઠાવનારા સાબિત થયા. (ع-)