Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૨૫

આયત ૧૯૭ થી ૨૧૦


الْحَجُّ أَشْهُرٌ مَّعْلُومَاتٌ ۚ فَمَن فَرَضَ فِيهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ يَعْلَمْهُ اللَّهُ ۗ وَتَزَوَّدُوا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَىٰ ۚ وَاتَّقُونِ يَا أُولِي الْأَلْبَابِ (197)

(૧૯૭) હજના મહિનાઓ નિર્ધારીત છે એટલા માટે જે તેમાં હજ અનિવાર્ય કરે તે પોતાની પત્નીથી હમબિસ્તરી કરવા, ગુનાહ કરવા, અને લડાઈ-ઝઘડા કરવાથી બચતો રહે, તમે જે ભલાઈના કામો કરશો તેને અલ્લાહ (તઆલા) જાણવાવાળો છે, અને પોતાની સાથે રસ્તાનો ખર્ચ લઈ લો, બધાથી બહેતર રસ્તાનો ખર્ચ તો અલ્લાહનો ડર છે અને અય અકલમંદો ! મારાથી ડરતા રહો.


لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ ۚ فَإِذَا أَفَضْتُم مِّنْ عَرَفَاتٍ فَاذْكُرُوا اللَّهَ عِندَ الْمَشْعَرِ الْحَرَامِ ۖ وَاذْكُرُوهُ كَمَا هَدَاكُمْ وَإِن كُنتُم مِّن قَبْلِهِ لَمِنَ الضَّالِّينَ (198)

(૧૯૮) તમારા પર પોતાના રબનો ફઝલ શોધવામાં કોઈ ગુનોહ નથી. જ્યારે તમે અરફાતથી પાછા ફરો તો મશઅરે હરામ (મુજદલીફા) ની નજીક અલ્લાહનો ઝિક્ર કરો અને તેના ઝિક્રનું વર્ણન એવી રીતે કરો, જેવું કે તેણે તમને નિર્દેશ આપ્યો છે, જો કે આના પહેલા તમે ગુમરાહોમાં હતા.


ثُمَّ أَفِيضُوا مِنْ حَيْثُ أَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ (199)

(૧૯૯) પછી તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી બધા લોકો પાછા ફરે છે અને અલ્લાહ (તઆલા) થી તૌબા કરતા રહો, બેશક અલ્લાહ તઆલા માફ કરવાવાળો મહેરબાન છે.


فَإِذَا قَضَيْتُم مَّنَاسِكَكُمْ فَاذْكُرُوا اللَّهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا ۗ فَمِنَ النَّاسِ مَن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ (200)

(૨૦૦) પછી જ્યારે તમે હજના દરેક કામ પૂરા કરી લો, તો અલ્લાહ (તઆલા) ને યાદ કરો, જેવી રીતે તમે પોતાના બાપ-દાદાઓને યાદ કરતા હતા, પરંતુ તેનાથી પણ વધારે. કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે, “અમારા રબ! અમને આ દુનિયામાં આપી દે,” આવા લોકોનો આખિરતમાં કોઈ હિસ્સો નથી.


وَمِنْهُم مَّن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ (201)

(૨૦૧) અને કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે, “ અય અમારા પાલનહાર! અમને આ દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે”.


أُولَٰئِكَ لَهُمْ نَصِيبٌ مِّمَّا كَسَبُوا ۚ وَاللَّهُ سَرِيعُ الْحِسَابِ (202)

(૨૦૨) આ તે લોકો છે જેમના માટે તેમના અમલોનો હિસ્સો છે અને અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.


وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ ۚ فَمَن تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمَ عَلَيْهِ وَمَن تَأَخَّرَ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ لِمَنِ اتَّقَىٰ ۗ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ تُحْشَرُونَ (203)

(૨૦૩) અને અલ્લાહ (તઆલા)ની યાદ તે ગણતરીના થોડા દિવસો (તશરીકના દિવસો)માં કરો, બે દિવસ જલ્દી કરવાવાળા પર કોઈ ગુનોહ નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઈ ગુનોહ નથી. આ પરહેઝગારો માટે છે, અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે બધા તેના તરફ જમા કરવામાં આવશો.


وَمِنَ النَّاسِ مَن يُعْجِبُكَ قَوْلُهُ فِي الْحَيَاةِ الدُّنْيَا وَيُشْهِدُ اللَّهَ عَلَىٰ مَا فِي قَلْبِهِ وَهُوَ أَلَدُّ الْخِصَامِ (204)

(૨૦૪) અને કેટલાક લોકોની દુન્યવી વાતો તમને ખુશ કરી દે છે અને તે પોતાના દિલની વાતો પર અલ્લાહને ગવાહ કરેછે, જો કે હકીકતમાં તે મોટો ઝઘડાળુ છે.


وَإِذَا تَوَلَّىٰ سَعَىٰ فِي الْأَرْضِ لِيُفْسِدَ فِيهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الْفَسَادَ (205)

(૨૦૫) અને જ્યારે તે પાછો ફરે છે, તો જમીનમાં ફસાદ ફેલાવવા, ખેતી અને નસલની બરબાદીની કોશિશમાં લાગેલ રહે છે અને અલ્લાહ (તઆલા) ફસાદને પસંદ નથી કરતો.


وَإِذَا قِيلَ لَهُ اتَّقِ اللَّهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ ۚ فَحَسْبُهُ جَهَنَّمُ ۚ وَلَبِئْسَ الْمِهَادُ (206)

(૨૦૬) અને જ્યારે તેને કહેવામાં આવે છે અલ્લાહથી ડર, તો ઘમંડ તેને ગુનાહ પર ઉભારે છે, આવા માટે ફક્ત જહન્નમ જ છે અને બેશક તે ઘણી ખરાબ જગ્યા છે.


وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ (207)

(૨૦૭) અને કેટલાક લોકો એવા પણ છે જેઓ અલ્લાહ (તઆલા)ની પ્રસન્નતા (મરજી) પ્રાપ્ત કરવા માટે પોતાના જીવ સુધ્ધાં વેચી નાખે છે અને અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓ પર માયાળુ છે.


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ (208)

(૨૦૮) અય ઈમાનવાળાઓ ! ઇસ્લામમાં પૂરેપૂરા દાખલ થઈ જાઓ અને શૈતાનના પદ ચિન્હોનું અનુસરણ ન કરો, તે તમારો ખુલ્લો દુશ્મન છે.


فَإِن زَلَلْتُم مِّن بَعْدِ مَا جَاءَتْكُمُ الْبَيِّنَاتُ فَاعْلَمُوا أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ (209)

(૨૦૯) જો તમે નિશાનીઓના આવી ગયા પછી પણ લપસી જાઓ, તો જાણી લો કે અલ્લાહ (તઆલા) જબરદસ્ત અને હિકમતવાળો છે.


هَلْ يَنظُرُونَ إِلَّا أَن يَأْتِيَهُمُ اللَّهُ فِي ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلَائِكَةُ وَقُضِيَ الْأَمْرُ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ (210)

(૨૧૦) શું લોકો એ વાતની રાહ જોઇ રહ્યા છે કે અલ્લાહ (તઆલા) પોતે વાદળોના સમૂહમાં આવી જાય, અને ફરિશ્તાઓ પણ, અને કામનો અંત કરી દેવામાં આવે, અલ્લાહની જ તરફ બધા કામો પલટાવવામાં આવે છે.