(૧૩૨) આની વસીયત ઈબ્રાહીમ અને યાકૂબે પોતાના દિકરાઓને કરી કે “અય મારા દિકરાઓ ! અલ્લાહ (તઆલા) એ તમારા માટે આ ધર્મને પસંદ કરી દીધો છે. ખબરદાર! તમે મુસલમાન જ મરજો.”
(૧૩૩) શું તમે (હજરત) યાકુબની મોત વખતે હાજર હતા ? જ્યારે તેમણે પોતાની સંતાનને કહ્યું કે મારા મૃત્યુ પછી કોની બંદગી કરશો તો બધાએ જવાબ આપ્યો કે તમારા રબની અને તમારા બાપ-દાદા ઈબ્રાહીમ, ઈસ્માઈલ અને ઈસ્હાકના માઅબૂદની, જે એક જ છે અને અમે તેના જ તાબેદાર રહીશું.
(૧૩૫) તેઓ કહે છે કે યહૂદી અને ઈસાઈ બની જાઓ તો હિદાયત પામશો, તમે કહો કે સાચા રસ્તા પર તો ઈબ્રાહીમ (અ.સ.) ના પેરોકાર છે, અને ઈબ્રાહીમ (અ.સ.) ફક્ત અલ્લાહના ફરમાબરદાર હતા, તે મૂર્તિપૂજક ન હતા.
(૧૩૬) (અય મુસલમાનો !) તમે બધા કહો અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા, અને તેના પર જે અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક, યાકૂબ અને તેમની સંતાન પર ઉતારવામાં આવ્યું, અને જે કાંઈ અલ્લાહ તરફથી મૂસા, ઈસા અને બીજા નબીઓને આપવામાં આવ્યું અને અમે એમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ નથી કરતા, અમે અલ્લાહના તાબેદાર છીએ.
(૧૩૭)જો તેઓ તમારા જેવું ઈમાન લાવે તો હિદાયત પામશે, અને જો મોઢુ ફેરવશે તો વિરોધમાં છે, અલ્લાહ (તઆલા) તેમનાથી નજીકના ભવિષ્યમાં તમારી મદદ કરશે. તે સારી રીતે સાંભળવાવાળો અને જાણવાવાળો છે.
(૧૩૯) (આપ) કહી દો શું તમે અમારાથી અલ્લાહના વિશે ઝઘડો છો, જે અમારો અને તમારો રબ છે, અમારા માટે અમારા કર્મ છે, તમારા માટે તમારા કર્મ છે, અમે તો તેના માટે જ નિખાલસ છીએ.
(૧૪૦) શું તમે કહો છો ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક અને યાકૂબ અને તેમની સંતાનો યહૂદી અથવા ઈસાઈ હતી? કહી દો શું તમે વધારે જાણો છો કે અલ્લાહ (તઆલા)? અલ્લાહની નજીક સાક્ષી છુપાવવાવાળાથી વધારે જાલિમ બીજુ કોણ છે? અને અલ્લાહ (તઆલા) તમારા કર્મોથી ગાફેલ નથી.