(૪૫) અય ઈમાનવાળાઓ ! જ્યારે તમારો કોઈ વિરોધી સેનાથી મુકાબલો થાય, તો અડગ રહો અને અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરો, જેથી તમને સફળતા પ્રાપ્ત થાય.
(૪૬) અને અલ્લાહ અને તેના રસૂલના હુકમનું પાલન કરતા રહો, પરસ્પર મતભેદ ન રાખો, નહિં તો બુજદિલ થઈ જશો અને તમારી હવા ઉખડી જશે અને સબ્ર તથા યકીન રાખો, બેશક અલ્લાહ (તઆલા) સબ્ર કરનારાઓના સાથે છે.
(૪૭) અને તે લોકો જેવા ન બનો, જેઓ ઘમંડ કરતા અને લોકોમાં અભિમાન કરતા પોતાના ઘરોમાંથી નીકળ્યા અને અલ્લાહના માર્ગથી રોકતા હતા, જે કંઈ તેઓ કરી રહ્યા હતા અલ્લાહ તેને ઘેરી લેનાર છે.
(૪૮) અને જ્યારે તેમના કર્મોને શેતાન તેમને સુશોભિત કરી દેખાડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે મનુષ્યોમાંથી કોઈ પણ આજે તમારા ઉપર પ્રભાવી થઈ શકતુ નથી, હું સ્વયં તમારો સમર્થક છું, પરંતુ જ્યારે બંને જૂથો જાહેર થયા તો તે ઊલટા પગે પાછો ફરી ગયો, અને કહેવા લાગ્યો કે હું તો તમારાથી અલગ છું, હું તે જોઈ રહ્યો છું જે તમે નથી જોઈ રહ્યા,[1] હું અલ્લાહથી ડરું છું અને અલ્લાહ (તઆલા) સખત સજા આપવાવાળો છે. (ع-૬)