(૫૧) અય ઈમાનવાળાઓ! તમે યહૂદિઓ અનેં ઈસાઈઓને દોસ્ત ન બનાવો, તેઓ તો પરસ્પર એકબીજાના દોસ્ત છે, તમારામાંથી જે કોઈ પણ તેમના સાથે દોસ્તી કરે તો તે પણ તેમનામાંથી છે, જાલિમોને અલ્લાહ (તઆલા) કદી પણ હિદાયત આપતો નથી.
(૫૨) તમે જોશો કે જેમના દિલોમાં રોગ છે, તેઓ દોડી-દોડીને તેમાં ઘુસી રહ્યા છે અને કહે છે કે અમને ડર છે કે એવું ન થાય કે કોઈ ઘટના અમારા ૫૨ ઘટી જાય, વધારે શક્ય છે કે અલ્લાહ (તઆલા) વિજય પ્રદાન કરી દે અથવા પોતાની પાસેથી કોઈ બીજો ફેંસલો લાવે, પછી તો તેઓ પોતાના દિલમાં છૂપાયેલ વાત પર ઘણા શરમિંદા થશે.
(૫૩) અને ઈમાનવાળાઓ કહેશે કે શું આ તે લોકો છે જે મોટા યકીનથી અલ્લાહની કસમ ખાઈ-ખાઈને કહે છે કે અમે તમારા સાથે છીએ, તેમના કર્મો બરબાદ થઈ ગયા અને તેઓ નિષ્ફળ થઈ ગયા.
(૫૪) અય ઈમાનવાળાઓ! તમારામાંથી જેઓ પોતાના ધર્મથી ફરી જાય[43] તો અલ્લાહ (તઆલા) બહુજ જલ્દી એવી કોમના લોકોને લાવશે જેઓ અલ્લાહને પ્રિય હશે અને તેઓને પણ અલ્લાહ પ્રિય હશે,[44] તેઓ નરમ દિલ હશે મુસલમાનો પર, સખત અને બેરહમ હશે કાફિરો ૫૨, અલ્લાહના માર્ગમાં જિહાદ કરશે, કોઈ નિંદા કરનાર વ્યક્તિની નિંદાની ફિકર નહિ કરે, આ છે અલ્લાહ (તઆલા)ની મહેરબાની જેને ઈચ્છે પ્રદાન કરે, અલ્લાહ (તઆલા) સર્વશક્તિમાન છે અને ઘણા ઈલ્મવાળો છે.
(૫૫) (મુસલમાનો!) તમારો દોસ્ત અલ્લાહ પોતે છે અને તેનો રસૂલ છે અને ઈમાનવાળાઓ છે[45] જેઓ નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે અને તેઓ રુકૂઅ (એખલાસની સાથે ધ્યાનમગ્ન રહીને) કરવાવાળા છે.
(૫૬) અને જે વ્યક્તિ અલ્લાહ (તઆલા)થી અને તેના રસૂલ અને મુસલમાનોથી દોસ્તી કરે તેણે યકીન કરવું જોઈએ કે અલ્લાહ (તઆલા)ના બંદાઓ જ પ્રભાવી રહેશે.[46] (ع-૮)