(૭) અને જયારે તમારા રબે તમને ચેતવી દીધા કે જો તમે આભાર માનશો તો બેશક હું તમને વધારે પ્રદાન કરીશ અને જો તમે નાશુક્રા(અપકારી) રહેશો તો અવશ્ય મારો અઝાબ ઘણો સખત છે.
(૮) અને મૂસાએ કહ્યું કે, “જો તમે બધા અને ધરતી પર રહેનારા બધા લોકો કાફિર થઈ જાય તો પણ અલ્લાહ બેનિયાઝ પ્રશંસાપાત્ર છે.”
(૯) શું તમારા પાસે પહેલાની કોમોની ખબર નથી આવી ? એટલે કે નૂહની કોમ, આદ, સમૂદ અને તેમના પછી આવનારી કોમો જેમને અલ્લાહ સિવાય બીજુ કોઈ નથી જાણતુ, તેમના પાસે તેમના રસૂલ ચમત્કાર લાવ્યા, પરંતુ તે લોકો પોતાના હાથ પોતાના મોઢા તરફ લઈ ગયા,[1] અને સ્પષ્ટ રીતે કહી દીધુ કે, “જે કંઈ તમને આપીને મોકલવામાં આવ્યા છે અમે તેને નથી માનતા, અને જે વસ્તુ તરફ તમે અમને આમંત્રણ આપી રહ્યા છો અમને તો તેમાં ઘણી મોટી શંકા છે (અમને યકીન નથી)
(૧૦) તેમના રસૂલોએ તેમને કહ્યું કે, “શું અલ્લાહ (જે સત્ય છે) ના વિશે શંકા છે જે આકાશો અને ધરતીને પેદા કરનાર છે ? તે તમને એટલા માટે બોલાવી રહ્યો છે કે જેથી તે તમારા બધા ગુનાહોને માફ કરી દે, અને એક નિર્ધારિત સમય સુધી તમને મોકો આપે છે”, તેમણે કહ્યું કે, “તમે તો અમારા જેવા મનુષ્ય છો, તમે અમને તે દેવતાઓની પૂજાથી રોકી દેવા માંગો છો જેમની પૂજા અમારા પૂર્વજો કરતા આવ્યા છે? સારું, તો અમારા સામે કોઈ સ્પષ્ટ દલીલ રજૂ કરો.[1]
(૧૧) તેમના રસૂલોએ કહ્યું કે, “એ તો સત્ય છે કે અમે તમારા જેવા મનુષ્ય છીએ, પરંતુ અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓમાંથી જેના પર ચાહે છે પોતાની કૃપા કરે છે,[1] અલ્લાહના હુકમ વગર અમારી તાકાત નથી કે અમે કોઈ ચમત્કાર તમને લાવીને દેખાડીએ, અને ઈમાનવાળાઓએ ફક્ત અલ્લાહ (તઆલા) પર ભરોસો રાખવો જોઈએ.
(૧૨) અને છેવટે શું કારણ છે કે અમે અલ્લાહ (તઆલા) પર ભરોસો ન કરીએ ? જયારે કે તેણે જ અમને અમારો રસ્તો દેખાડ્યો છે અને જે દુઃખ તમે અમને આપશો તેના પર સબ્ર જ કરીશું, ભરોસો કરનારાઓ માટે એ જ યોગ્ય છે કે અલ્લાહ પર જ ભરોસો કરવો જોઈએ.” (ع-૨)