(૨૬૭) હે ઈમાનવાળાઓ ! પોતાની હલાલ કમાઈમાંથી અને ધરતીમાંથી તમારા માટે અમારી કાઢેલી વસ્તુઓમાંથી ખર્ચ કરો. તેમાંથી ખરાબ વસ્તુઓને ખર્ચ કરવાનો ઈરાદો ન કરતા જેને તમે પોતે લેવાવાળા નથી, હા! જો આંખો બંધ કરી લો તો, અને જાણી લો અલ્લાહ (તઆલા) બેનિયાઝ અને પ્રશંસાવાળો (ખૂબીઓવાળો) છે.
(૨૬૮) શયતાન તમને ગરીબીથી ડરાવે છે, અને બેશરમીનો હુકમ આપે છે અને અલ્લાહ (તઆલા) તમને પોતાની રહમત અને ફઝલનો વાયદો કરે છે. અલ્લાહ (તઆલા) ઘણો મહેરબાન અને ઇલ્મવાળો છે.
(૨૭૧) જો તમે સદકા (દાન-પુણ્ય)ને જાહેર કરો તો તે પણ સારું છે, અને જો તમે તેને છુપાવીને ગરીબોને આપી દો, તો આ તમારા માટે સૌથી ઉત્તમ છે. અલ્લાહ (તઆલા) તમારા ગુનાહોને મીટાવી દેશે અને અલ્લાહ (તઆલા) તમારા દરેક કર્મોથી બાખબર છે.
(૨૭૨) તેમને હિદાયત પર લાવી દેવા તમારા અધિકારમાં નથી, પરંતુ હિદાયત અલ્લાહ (તઆલા) આપે છે જેને ઈચ્છે છે, અને તમે જે સારી વસ્તુ અલ્લાહના માર્ગમાં આપશો તેનો ફાયદો પોતે મેળવશો, તમારે ફક્ત અલ્લાહ (તઆલા)ની ખુશી પ્રાપ્ત કરવા માટે ખર્ચ કરવું જોઈએ, તમે જે કોઈ માલ ખર્ચ કરશો તેનો પૂરેપૂરો બદલો તમને આપવામાં આવશે અને તમારો હક મારવામાં નહિં આવે.
(૨૭૩) દાનને લાયક ફક્ત તે ગરીબો છે જેઓ અલ્લાહના માર્ગમાં રોકી દેવામાં આવ્યા, જેઓ દેશમાં હરી ફરી શકતા નથી, બેવકૂફ લોકો તેમના સવાલ ન કરવાને કારણે તેમને માલદાર સમજે છે, તમે તેમના મોઢા ને જોઈને નિશાનીથી તેમને ઓળખી લેશો, તે લોકોથી ચીમટીને ભીખ નથી માંગતા, તમે જે કંઈ માલ ખર્ચ કરો અલ્લાહ (તઆલા) તેને જાણનાર છે.