Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૪૮) અને દરેક મનુષ્ય એક ને એક તરફ ધ્યાનાકર્ષિત થઈ રહ્યો છે, તમે ભલાઈ તરફ દોડો, તમે ગમે ત્યાં રહેશો અલ્લાહ તમને લઈ આવશે, અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
(૧૪૯) અને તમે જ્યાંથી નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો, આ જ સત્ય છે તમારા રબ તરફથી અને જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી બેખબર નથી.
(૧૫૦) અને જે જગ્યાએથી તમે નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ ફેરવી દો અને જયાં પણ તમે રહો તમારૂ મોઢું એના તરફ કરી લો, જેથી લોકોની કોઈ દલીલ તમારા પર બાકી ન રહી જાય, એમના સિવાય જેમણે એમનામાંથી જુલ્મ કર્યા છે, તમે એમનાથી ન ડરો[63] મારાથી જ ડરો જેથી હું મારી તે'મત તમારા પર પૂરી કરી દઉં. અને એટલા માટે પણ કે તમે હિદાયત પામી શકો.
(૧૫૧) જેવી રીતે અમે તમારામાં તમારામાંથી જ રસૂલ (મોહંમદ (ﷺ))ને મોકલ્યા, જે અમારી આયતો (કુરઆન પાક) તમારા સામે પઢે છે અને તમને પવિત્ર કરે છે અને તમને કિતાબ અને હિકમત અને તે વાતોનું ઈલ્મ આપે છે જેનાથી તમે અજાણ હતા.
(૧૫૨) એટલા માટે મને યાદ કરો હું પણ તમને યાદ કરીશ અને મારા શુક્રગુઝાર રહો અને નાશુક્રીથી બચો.