(૪૯) એલાન કરી દો કે, “હે લોકો! હું તમને સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું.”
(૫૦) તો જેઓ ઈમાન લાવ્યા છે અને નેક કામો કર્યા છે તેમના માટેજ મગફિરત (મોક્ષ) છે અને સન્માનિત રોજી.
(૫૧) અને જે લોકો અમારી આયતોને નીચી દેખાડવામાં લાગ્યા છે, તેઓ જ જહન્નમવાસી છે.
(૫૨) અને અમે તમારા પહેલા જે રસૂલ અને નબીને મોકલ્યા (તેમના સાથે એવું થયું કે) જ્યારે તેણે પોતાના દિલમાં કોઈ ઈચ્છા કરી, શેતાને તેની ઈચ્છામાં કંઈક ભેળવી દીધું, તો શેતાનની મિલાવટને અલ્લાહ (તઆલા) દૂર કરી દે છે, પછી પોતાની આયતોને મજબૂત કરી દે છે, અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૫૩) આ એટલા માટે કે શેતાનની મિલાવટને અલ્લાહ (તઆલા) તે લોકોની પરીક્ષાનો સામાન બનાવી દે છે, જેમના દિલોમાં રોગ છે, અને જેમના દિલ સખત છે, બેશક જાલિમ લોકો ઘોર વિરોધમાં છે.
(૫૪) અને એટલા માટે પણ કે જેમને ઈલ્મ પ્રદાન કરવામાં આવ્યું છે, તેઓ વિશ્વાસ કરી લે કે આ તમારા રબ તરફથી સંપૂર્ણ સત્ય છે, પછી તેઓ આના પર ઈમાન લાવે અને તેમના દિલ આના તરફ ઝૂકી જાય, બેશક અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓને સત્ય માર્ગ તરફ માર્ગદર્શન કરવાવાળો છે.
(૫૫) અને કાફિરો અલ્લાહની વહીમાં હંમેશા શંકામાં પડ્યા રહેશે, ત્યાં સુધી કે અચાનક તેમના માથાં પર કયામત આવી જાય અથવા તેમના નજીક તે દિવસનો અઝાબ આવી જાય જે ભલાઈથી ખાલી છે.[1]
(૫૬) તે દિવસે ફક્ત અલ્લાહની જ બાદશાહી હશે, તે જ તેમના વચ્ચે ફેંસલો કરશે. ઈમાનવાળા અને નેક લોકો તો ને'મતો (ઉપહારો)થી ભરપુર જન્નતમાં હશે.
(૫૭) અને જે લોકોએ કુફ્ર કર્યું અને અમારી આયતોને ખોટી ઠેરવી, તેમના માટે અપમાનિત કરવાવાળો અઝાબ હશે. (ع-૭)