Surah Yunus

સૂરહ યૂનુસ

રૂકૂઅ : ૧૧

આયત ૧૦૪ થી ૧૦૯

قُلْ یٰۤاَیُّهَا النَّاسُ اِنْ كُنْتُمْ فِیْ شَكٍّ مِّنْ دِیْنِیْ فَلَاۤ اَعْبُدُ الَّذِیْنَ تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ وَ لٰكِنْ اَعْبُدُ اللّٰهَ الَّذِیْ یَتَوَفّٰىكُمْ ۖۚ وَ اُمِرْتُ اَنْ اَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَۙ (104)

(૧૦૪) (તમે) કહી દો કે, “હે લોકો! જો તમે મારા ધર્મની બાબતમાં કોઈ શંકામાં છો તો હું તે મા'બૂદોની બંદગી નથી કરતો, જેની તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો, પરંતુ હા, તે અલ્લાહની બંદગી કરૂ છુ જે તમારો જીવ કાઢે છે, અને મને હુકમ થયો છે કે હું ઈમાનવાળાઓમાંથી હોઉં.


وَ اَنْ اَقِمْ وَجْهَكَ لِلدِّیْنِ حَنِیْفًا ۚ وَ لَا تَكُوْنَنَّ مِنَ الْمُشْرِكِیْنَ (105)

(૧૦૫) અને એ કે એકાગ્ર થઈ પોતાનો ચહેરો આ ધર્મ તરફ કરી લો અને કદી પણ મૂર્તિપૂજકોમાંથી ન બનતા.


وَ لَا تَدْعُ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُكَ وَ لَا یَضُرُّكَ ۚ فَاِنْ فَعَلْتَ فَاِنَّكَ اِذًا مِّنَ الظّٰلِمِیْنَ (106)

(૧૦૬) અને અલ્લાહને છોડીને કદી એવી વસ્તુને ન પોકારતા જે તમને ન કોઈ ફાયદો પહોંચાડી શકે અને ન કોઈ નુકસાન, પછી જો આમ કર્યું તો તમે તે હાલતમાં જાલિમોમાંથી થઈ જશો.


وَ اِنْ یَّمْسَسْكَ اللّٰهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهٗۤ اِلَّا هُوَ ۚ وَ اِنْ یُّرِدْكَ بِخَیْرٍ فَلَا رَآدَّ لِفَضْلِهٖ ؕ یُصِیْبُ بِهٖ مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ؕ وَ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ (107)

(૧૦૭) અને જો તમને અલ્લાહ કોઈ મુસીબતમાં નાખે તો. સિવાય તેના કોઈ બીજો તેને દૂર કરનાર નથી, અને જો તે તમને કોઈ ભલાઈ પહોંચાડવા ચાહે તો તેની કૃપાને કોઈ હટાવવાવાળો નથી, તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે પોતાની કૃપાથી નવાજે છે અને તે માફ કરનાર અને દયાળુ છે.”


قُلْ یٰۤاَیُّهَا النَّاسُ قَدْ جَآءَكُمُ الْحَقُّ مِنْ رَّبِّكُمْ ۚ فَمَنِ اهْتَدٰى فَاِنَّمَا یَهْتَدِیْ لِنَفْسِهٖ ۚ وَ مَنْ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیْهَا ۚ وَ مَاۤ اَنَا عَلَیْكُمْ بِوَكِیْلٍؕ (108)

(૧૦૮) (તમે) કહી દો, “હે લોકો! તમારા પાસે તમારા રબ તરફથી સત્ય આવી પહોંચ્યું છે એટલા માટે જે માણસ સીધા માર્ગ પર આવી જાય તે પોતાના માટે સીધા માર્ગ પર આવશે, અને જે માણસ માર્ગથી ભટકી ગયો, તો તેનુ ભટકવુ તેના પર પડશે અને હું તમારા પર રખેવાળ બનાવવામાં આવ્યો નથી.


وَ اتَّبِعْ مَا یُوْحٰۤى اِلَیْكَ وَ اصْبِرْ حَتّٰى یَحْكُمَ اللّٰهُ ۖۚ وَ هُوَ خَیْرُ الْحٰكِمِیْنَ ۧ (109)

(૧૦૯) અને તમે તેનું અનુસરણ કરતા રહો જે કંઈ વહી તમારા પાસે મોકલવામાં આવે છે, અને સબ્ર કરો ત્યાં સુધી કે અલ્લાહ ફેંસલો કરી દે, અને તે તમામ ફેંસલો કરનારાઓમાંથી સૌથી શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે.”(ع-૧૧)