Surah Al-Layl
સૂરહ અલ-લૈલ
સૂરહ અલ-લૈલ
સૂરહ અલ-લૈલ (૯૨)
રાત્રિ
સૂરહ અલ-લૈલ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં એકવીસ (૨૧) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સોગંદ છે રાત્રીના જ્યારે કે તે છવાઈ જાય.
(૨) અને સોગંદ છે દિવસના જ્યારે કે તે પ્રકાશિત થઈ જાય.
(૩) અને સોગંદ છે તે (હસ્તી)ના જેણે નર-માદાને પેદા કર્યા.
(૪) બેશક તમારા પ્રયત્નો કેટલાય પ્રકારના છે.
(૫) તો જે માણસ આપતો રહ્યો અને ડરતો રહ્યો.
(૬) અને ભલાઈની પૃષ્ટિ (તરફેણ) કરતો રહ્યો.
(૭) તો અમે પણ તેના માટે આસાની પેદા કરી દઈશું.[1]
(૮) પરંતુ જેણે કંજૂસાઈ કરી અને બેપરવાહી દાખવી.
(૯) અને ભલાઈને જૂઠાડી.
(૧૦) તો અમે પણ તેના પર તંગી અને સખ્તીના સાધન ઉપલબ્ધ કરાવીશું.[2]
(૧૧) અને તેનો માલ તેના (ઉંધા મોઢે) પડતા સમયે કશું કામ નહી આવે.
(૧૨) બેશક માર્ગ દેખાડી દેવો અમારા જ શિરે છે.
(૧૩) અને અમારા જ હાથોમાં આખિરત (પરલોક) અને આ દુનિયા છે.
(૧૪) મેં તો તમને ભડકતી આગથી ચેતવી દીધા છે.
(૧૫) જેમાં ફક્ત તે બદનસીબ જ દાખલ થશે.
(૧૬) જેણે જૂઠાડ્યા અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું.
(૧૭) અને તેનાથી એવા વ્યક્તિને દૂર રાખવામાં આવશે જે પરહેઝગાર (સંયમી) હશે.
(૧૮) જે પવિત્ર થવા માટે પોતાનું ધન (માલ) ખર્ચ કરે છે.[3]
(૧૯) કોઈનો તેના ઉપર કોઈ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય.
(૨૦) પરંતુ માત્ર પોતાના સર્વોચ્ચ રબની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય.
(૨૧) બેશક તે (અલ્લાહ પણ) ટૂંક સમયમાં જ પ્રસન્ન થઈ જશે.[4] (ع-૧)