Surah Az-Zukhruf
સૂરહ અઝ્-ઝુખરુફ
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૧૫
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
حٰمٓ ۛ ۚ (1)
(૧) હા. મીમ.!
وَ الْكِتٰبِ الْمُبِیْنِ ۙۛ (2)
(૨) સોગંદ છે આ સ્પષ્ટ કિતાબના
اِنَّا جَعَلْنٰهُ قُرْءٰنًا عَرَبِیًّا لَّعَلَّكُمْ تَعْقِلُوْنَ ۚ (3)
(૩) અમે આને અરબી ભાષાનું કુરઆન બનાવ્યુ છે કે જેથી તમે સમજી શકો.
وَ اِنَّهٗ فِیْۤ اُمِّ الْكِتٰبِ لَدَیْنَا لَعَلِیٌّ حَكِیْمٌ ؕ (4)
(૪) અને બેશક આ સુરક્ષિત કિતાબમાં છે અને અમારા નજદીક ઉચ્ચ દરજ્જાની છે, હિકમતથી ભરેલી છે.
اَفَنَضْرِبُ عَنْكُمُ الذِّكْرَ صَفْحًا اَنْ كُنْتُمْ قَوْمًا مُّسْرِفِیْنَ (5)
(૫) શું અમે આ નસીહતને તમારાથી આના આધારે હટાવી લઈએ કે તમે હદ વટાવી જનારા લોકો છો ?
وَ كَمْ اَرْسَلْنَا مِنْ نَّبِیٍّ فِی الْاَوَّلِیْنَ (6)
(૬) અને અમે પાછલી જાતિઓમાં પણ ઘણા નબી મોકલ્યા.
وَ مَا یَاْتِیْهِمْ مِّنْ نَّبِیٍّ اِلَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ (7)
(૭) અને જે નબીઓ તેમના પાસે આવ્યા તેમણે તેમનો મજાક ઉડાવ્યો.
فَاَهْلَكْنَاۤ اَشَدَّ مِنْهُمْ بَطْشًا وَّ مَضٰى مَثَلُ الْاَوَّلِیْنَ (8)
(૮) તો અમે એમનાથી વધારે શક્તિશાળીઓને બરબાદ કરી દીધા અને આગળનાઓના દૃષ્ટાંતો આવી ગયા છે.
وَ لَئِنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ لَیَقُوْلُنَّ خَلَقَهُنَّ الْعَزِیْزُ الْعَلِیْمُ ۙ (9)
(૯) અને જો તમે આ લોકોને પૂછશો કે આકાશો અને ધરતીને કોણે પેદા કર્યા તો બેશક તેમનો જવાબ હશે કે તેમને સૌથી જબરદસ્ત અને સૌથી વધારે જાણનારે (અલ્લાહે) પેદા કર્યા છે.
الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ مَهْدًا وَّ جَعَلَ لَكُمْ فِیْهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُوْنَ ۚ (10)
(૧૦) (તે જ છે) જેણે તમારા માટે ધરતીને પાથરણું બનાવ્યું અને તેમાં તમારા માટે રસ્તાઓ બનાવી દીધા જેથી તમે રસ્તો મેળવી શકો.
وَ الَّذِیْ نَزَّلَ مِنَ السَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ ۚ فَاَنْشَرْنَا بِهٖ بَلْدَةً مَّیْتًا ۚ كَذٰلِكَ تُخْرَجُوْنَ (11)
(૧૧) અને તેણે જ આકાશમાંથી એક અંદાજ મુજબ પાણી વરસાવ્યુ, તો અમે તેનાથી મૃત ધરતીને જીવંત કરી દીધી, આવી જ રીતે તમે ધરતીમાંથી બહાર કાઢવામાં આવશો.
وَ الَّذِیْ خَلَقَ الْاَزْوَاجَ كُلَّهَا وَ جَعَلَ لَكُمْ مِّنَ الْفُلْكِ وَ الْاَنْعَامِ مَا تَرْكَبُوْنَ ۙ (12)
(૧૨) અને જેણે તમામ વસ્તુના જોડા બનાવ્યા અને તમારી (સવારીના) માટે નૌકાઓ બનાવી અને પશુઓ પેદા કર્યા જેના ઉપર તમે સવાર થાઓ છો.
لِتَسْتَوٗا عَلٰى ظُهُوْرِهٖ ثُمَّ تَذْكُرُوْا نِعْمَةَ رَبِّكُمْ اِذَا اسْتَوَیْتُمْ عَلَیْهِ وَ تَقُوْلُوْا سُبْحٰنَ الَّذِیْ سَخَّرَ لَنَا هٰذَا وَ مَا كُنَّا لَهٗ مُقْرِنِیْنَ ۙ (13)
(૧૩) જેથી તમે તેમની પીઠ ઉપર સવાર થાઓ, પછી પોતાના રબની નેઅમતોને યાદ કરો જ્યારે તેમના ઉપર બેસો, અને કહો કે, “પવિત્ર છે તે જેણે આને અમારા આધીન કરી દીધી, નહિં તો અમે આને કાબૂમાં કરવાની શક્તિ ધરાવતા ન હતા,
وَ اِنَّاۤ اِلٰى رَبِّنَا لَمُنْقَلِبُوْنَ (14)
(૧૪) અને નિશ્ચિત રૂપે અમારે પોતાના રબ તરફ પાછા ફરવાનું છે.
وَ جَعَلُوْا لَهٗ مِنْ عِبَادِهٖ جُزْءًا ؕ اِنَّ الْاِنْسَانَ لَكَفُوْرٌ مُّبِیْنٌ ؕ ۧ (15)
(૧૫) અને આ લોકોએ અલ્લાહના કેટલાક બંદાઓને તેનો અંશ બનાવી દીધા, બેશક મનુષ્ય ખુલ્લો નાશુક્રો (અપકારી) છે.(ع-૧)