(૪૧) આ કિતાબમાં ઈબ્રાહીમની વાર્તાનું વર્ણન કરો, બેશક તે ઘણો સાચો પયગંબર હતો.
(૪૨) જ્યારે તેણે પોતાના પિતાને કહ્યું કે, “હે પિતા! તમે તેમની બંદગી કેમ કરી રહ્યા છો જે ન સાંભળી શકે, ન જોઈ શકે અને ન તમને કોઈ ફાયદો પહોંચાડી શકે ?
(૪૩) હે (મારા વહાલા) પિતા! (તમે જુઓ) મારા પાસે તે ઈલ્મ આવ્યુ છે જે તમારા પાસે આવ્યુ જ નથી, તો તમે મારું જ માનો, હું બિલકુલ સીધો માર્ગ બતાવીશ.
(૪૪) મારા પિતા! તમે શેતાનની બંદગી કરવાથી રોકાઈ જાવ, શેતાન તો દયા અને કૃપા કરવાવાળા અલ્લાહની ઘણી નાફરમાની કરવાવાળો છે.
(૪૫) હે પિતા! મને ડર લાગી રહ્યો છે કે ક્યાંક તમારા ઉપર અલ્લાહનો કોઈ અઝાબ આવી ન પડે અથવા તમે શેતાનના દોસ્ત બની જાઓ.”
(૪૬) (તેણે) જવાબ આપ્યો કે, “હે ઈબ્રાહીમ ! શું તું અમારા મા'બૂદોથી મોઢું ફેરવી રહ્યો છે, (સાંભળ) જો તું ન રોકાયો તો હું તને પથ્થરોથી મારી નાખીશ, જા એક લાંબી મુદ્દત સુધી મારાથી અલગ થઈ જા.”
(૪૭) કહ્યું, “સારું, તમારા પર સલામતી થાય,[1] હું તો મારા રબ પાસે તમારા માટે માફીની દુઆ કરતો રહીશ,[2] તે મારા પર ઘણી મહેરબાની કરી રહ્યો છે.
(૪૮) અને હું તો તમને પણ અને જેને તમે અલ્લાહ સિવાય પોકારો છો તેમને પણ (બધાને) છોડી રહ્યો છું, હું ફક્ત મારા રબને જ પોકારીશ, મને વિશ્વાસ છે કે હું મારા રબને દુઆ કરીને નિષ્ફળ નહિ રહું.”
(૪૯) જ્યારે (ઈબ્રાહીમ) તે બધાને અને અલ્લાહના સિવાય તે બધા મા'બૂદોને છોડી ચૂક્યો તો અમે તેને ઈસ્હાક અને યાકૂબ પ્રદાન કર્યા અને દરેકને નબી બનાવી દીધા.
(૫૦) અને તે બધાને અમે અમારી ઘણી કૃપા પ્રદાન કરી અને અમે તેમના સાચા વાયદાને બુલંદ દરજ્જો કરી દીધો.[1] (ع-૩)