અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સોગંદ છે તૂરના.[1]
(૨) અને લખાયેલ કિતાબના.
(૩) જે ખુલ્લા વરકો(પાનાઓ)માં લખાયેલ છે.
(૪) અને આબાદ ઘરના.[1]
(૫) અને ઊંચી છતના.
(૬) અને જોશ મારતા સમુદ્રના.
(૭) બેશક તમારા રબનો અઝાબ થઈને જ રહેશે.
(૮) તેને કોઈ રોકી શકનાર નથી.
(૯) જે દિવસે આકાશ ધ્રુજી ઊઠશે.[1]
(૧૦) અને પહાડ ઉડવા લાગશે.
(૧૧) તે દિવસ જૂઠાડનારાઓની બૂરી દશા થશે.
(૧૨) જેઓ પોતાની બેહૂદા વાતોમાં ઊછળકૂદ કરી રહ્યા છે.
(૧૩) જે દિવસે તેઓને ધક્કા મારીમારીને જહન્નમની આગ તરફ લાવવામાં આવશે.
(૧૪) આ તે જ (જહન્નમની) આગ છે જેને તમે જૂઠાડતા હતા.
(૧૫) (હવે કહો) શું આ જાદુ છે? કે તમને દેખાતુ નથી.
(૧૬) આમાં જતા રહો (જહન્નમમાં), હવે તમારૂ સબ્ર કરવું અને ન કરવું તમારા માટે સરખું છે. તમને ફક્ત તમારા કર્મોનો બદલો આપવામાં આવશે.
(૧૭) બેશક સદાચારી (સંયમી) લોકો જન્નતમાં અને નેઅમતોમાં હશે.
(૧૮) તેમને જે તેમના રબે આપ્યું છે તેમાં ખુશ છે અને તેમને તેમના રબે જહન્નમના અઝાબથી પણ બચાવી લીધા છે.
(૧૯) તમે મજાથી ખાઓ અને પીતા રહો તે કર્મોના બદલામાં જે તમે કરતા હતા.
(૨૦) બરાબર પાથરેલા સુંદર આસનો પર ઓશિકા મૂક્યા હશે[1] અને અમે તેમને મોટી મોટી આંખોવાળી હૂરો સાથે પરણાવીશું.
(૨૧) અને જે લોકો ઈમાન લાવ્યા અને તેમની સંતાને પણ ઈમાનમાં તેમનું અનુસરણ કર્યું. અમે તેમની સંતાનને પણ તેમના સુધી પહોંચાડી દઈશું અને તેમના કર્મોમાંથી જરા પણ ઘટાડીશું નહીં અને દરેક માનવી પોતપોતાના કર્મોની અવેજીમાં ગિરવે છે.
(૨૨) અને તેમના માટે મેવા તથા સ્વાદિષ્ટ ગોશ્ત ઉપરા-છાપરી આપતા રહીશું.
(૨૩) (ખુશી સાથે) તેઓ એકબીજાના (શરાબના) ગ્લાસ ઝડપી લેશે. જે શરાબના પીવાથી ન કંઈ બકવાસ કરશે અને ન ગુનોહ થશે.[1]
(૨૪) અને તેમના ચારે તરફ સેવા માટે બાળકો હરતા-ફરતા રહેશે. જાણે કે તેઓ મોતી હતા જે છુપાવીને રાખેલા હતા.
(૨૫) અને તેઓ પરસ્પર એકબીજા તરફ મોઢું કરીને પૂછશે.
(૨૬) કહેશે કે આનાથી પહેલા અમે અમારા ઘરોમાં ખૂબ જ ડર્યા કરતા હતા.
(૨૭) તો અલ્લાહે આપણા ઉપર મહાન ઉપકાર કર્યો અને આપણને (જહન્નમની) સખત ગરમ હવાઓથી બચાવી લીધા.[1]
(૨૮) અમે તો આના પહેલા તેને જ પોકારતા હતા,[1] બેશક તે મોટો અહેસાન કરવાવાળો અને મોટો દયાળુ છે. (ع-૧)