(૧૧) તમે કહી દો કે, “ધરતી ઉપર હરી-ફરીને જોઈ તો લો કે જુઠાડનારાઓનું શું પરિણામ આવ્યું ?”
(૧૨) તમે કહી દો કે, “જે કંઈ આકાશો અને ધરતીમાં છે તે બધા ઉપર કોની માલિકી છે?” તમે કહી દો, બધા ઉપર અલ્લાહની માલિકી છે, અલ્લાહે કૃપા કરવું પોતાના ઉપર અનિવાર્ય કરી લીધું છે.[8] તમને અલ્લાહ (તઆલા) કયામતના દિવસે જમા કરશે, જેમાં કોઈ શંકા નથી, જે લોકોએ પોતાને બરબાદ કરી લીધા છે તેઓ જ ઈમાન લાવશે નહિં.
(૧૩) અને જે કંઈ દિવસ અને રાત્રિમાં છે તે બધુ અલ્લાહનું જ છે અને તે ઘણો સાંભળનાર અને ઘણો જાણનાર છે.
(૧૪) તમે કહી દો કે, “શું હું તે અલ્લાહના સિવાય બીજાને દોસ્ત (રબ, મા’બૂદ) બનાવી લઉ જે આકાશો અને ધરતીનો સર્જનહાર છે, અને તે ખવડાવે છે ખવડાવવામાં આવતો નથી." તમે કહી દો કે, “મને હુકમ આપવામાં આવ્યો છે કે હું તેમાં સૌથી પ્રથમ રહું જેણે (અલ્લાહ પર) આત્મસમર્પણ કર્યુ અને મુશરિકોમાં કદી પણ ન રહું."
(૧૫) તમે કહી દો કે, “જો હું પોતાના રબનું કહ્યું ન માનું તો મને એક મોટા દિવસના અઝાબનો ડર છે."
(૧૬) જેના ઉપરથી તે દિવસે સજા ખતમ કરી દેવામાં આવશે, તેના ઉપર અલ્લાહે ઘણી મહેરબાની કરી અને આ સ્પષ્ટ કામયાબી છે.
(૧૭) અને જો અલ્લાહ (તઆલા) તને કોઈ તકલીફ આપે તો તેને દૂર કરવાવાળો અલ્લાહ (તઆલા) સિવાય કોઈ બીજો નથી અને જો તને અલ્લાહ (તઆલા) ફાયદો પહોંચાડે તો તે દરેક વસ્તુ પર વર્ચસ્વ ધરાવે છે.
(૧૮) તે પોતાના બંદાઓ ઉપર પ્રભાવશાળી છે અને તે જ હિકમતવાળો, ખબર રાખવાવાળો છે.
(૧૯) તમે કહી દો કે, “કોની ગવાહીં મોટી છે?” કહો કે, “મારા અને તમારા વચ્ચે અલ્લાહ ગવાહ છે.” અને આ કુરઆન મારા તરફ વહી કરવામાં આવ્યું છે જેથી તેના વડે તમને અને જેમના સુધી પહોંચે તે બધાને ખબરદાર કરું ,[9] શું તમે ગવાહી આપો છો કે અલ્લાહ સાથે બીજા મા’બૂદ છે?" તમે કહી દો, “હું આની ગવાહી નથી આપતો,” તમે કહી દો કે, “તે એક જ મા'બૂદ છે અને હું તમારા શિર્કથી અલગ છું."
(૨૦) જેમને અમે કિતાબ (તૌરાત અને ઈન્જીલ) આપી છે તેઓ તમને (મુહંમદ (સ.અ.વ) એવી રીતે ઓળખે છે, જેવી રીતે પોતાના પુત્રને, તેઓ પોતે પોતાનું નુકસાન કરી બેઠા છે તેઓ જ યકીન કરશે નહિં. (ع-૨)