(૧૧૯) અય ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા)થી ડરો અને સાચા લોકોની સાથે રહો.[1]
(૧૨૦) મદીનાના રહેવાસીઓ અને તેની આસપાસના બદ્.દુ આરબોના માટે સારૂ ન હતું કે રસૂલુલ્લાહનો સાથ છોડી પાછળ રહી જાય અને ન એ કે પોતાના જીવને તેમના જીવથી વ્હાલો સમજે, આ એટલા માટે કે તેમને અલ્લાહના માર્ગમાં જે તરસ લાગી અને જે થાક પહોંચ્યો અને જે ભૂખ લાગી અને જે ચાલવાનું ચાલ્યા, જે કાફિરો માટે ગુસ્સાનું કારણ બન્યુ હોય, અને દુશ્મનોની જે કંઈ ખબર લીધી, તે બધા પર તેમના નામે નેક કામો લખવામાં આવ્યા, બેશક અલ્લાહ (તઆલા) ભલાઈ કરનારાઓનો બદલો બરબાદ નથી કરતો.
(૧૨૧) અને જે પણ થોડું અને વધારે ખર્ચ કર્યું અને જેટલા મેદાન તેમને પાર કરવા પડ્યા, આ બધું પણ તેમના નામે લખી દીધું જેથી અલ્લાહ (તઆલા) તેમના કર્મોનો સૌથી શ્રેઠ બદલો આપે.
(૧૨૨) અને મુસલમાનોએ એવું ન કરવું જોઈએ કે બધા એકસાથે નીકળી પડે, તો એવું કેમ ન કરવામાં આવે કે તેમના દરેક મોટા જૂથમાંથી નાનું જૂથ નીકળી પડે, જેથી તેઓ ધર્મની સૂઝબૂઝ પ્રાપ્ત કરે અને જેથી આ લોકો પોતાની કોમને જ્યારે કે તેમના પાસે આવે તો ડરાવે જેથી તેઓ ડરી જાય. (ع-૧૫)