(૬૭) કાફિરોએ કહ્યું કે, “શું જયારે અમે માટી થઈ જઈશું અને અમારા બાપ-દાદા પણ, તો શું અમને ફરીથી જીવતા કાઢવામાં આવશે?
(૬૮) અમને અને અમારા પૂર્વજોને ઘણા પહેલાથી આ વાયદા આપવામાં આવતા રહ્યા છે. કશું નથી, આ તો ફક્ત પૂર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.”
(૬૯) કહી દો કે, “ધરતીમાં થોડુંક હરી-ફરીને જુઓ તો ખરા કે ગુનેહગારોનો કેવો અંજામ થયો?
(૭૦) તમે એમના વિશે ચિંતા ન કરો અને તેમના કાવતરાઓથી દિલ તંગ ન કરો.
(૭૧) અને તેઓ કહે છે કે, “આ વાયદો ક્યારે છે, જો તમે સાચા હોવ તો બતાવી દો.”
(૭૨) જવાબ આપો કે, “કદાચ તે વસ્તુઓ જેની તમે ઉતાવળ કરી રહ્યા છો, તે તમારાથી ઘણી નજદીક પણ થઈ ગઈ હોય.”[1]
(૭૩) અને બેશક તમારો રબ તમામ લોકો ઉપર ઘણી કૃપા કરવાવાળો છે, પરંતુ મોટા ભાગના લોકો આભાર માનતા નથી.
(૭૪) અને બેશક તમારો રબ તે વાતોને પણ જાણે છે જેને તેઓ પોતાના દિલોમાં છુપાવી રહ્યા છે, અને જેને જાહેર કરી રહ્યા છે.
(૭૫) આકાશ અને ધરતીની કોઈ છૂપી વસ્તુ પણ એવી નથી જે સ્પષ્ટ ખુલ્લી કિતાબમાં ન હોય.[1]
(૭૬) બેશક આ કુરઆન ઈસરાઈલની સંતાનના સામે તે વાતોને વધારે પડતી વર્ણન કરી રહ્યું છે જેમાં આ લોકો મતભેદ કરે છે.[1]
(૭૭) અને આ (કુરઆન) ઈમાનવાળાઓના માટે બેશક હિદાયત અને રહમત છે.
(૭૮) તમારો રબ તેમના વચ્ચે પોતાના હુકમથી ફેંસલો કરી દેશે, તે મોટો પ્રભુત્વશાળી અને જાણવાવાળો છે.
(૭૯) એટલા માટે તમે અલ્લાહ (તઆલા) ઉપર જ ભરોસો રાખો, બેશક તમે સાચા અને સ્પષ્ટ ધર્મ ઉપર છો.
(૮૦) બેશક તમે ન મડદાઓને સંભળાવી શકો છો અને ન બહેરાઓને પોતાની પોકાર સંભળાવી શકો છો,[1] જ્યારે કે તેઓ પીઠ ફેરવીને, મોઢું ફેરવીને જઈ રહ્યા હોય.
(૮૧) અને ન તમે આંધળાઓને તેમની ગુમરાહીથી હટાવીને હિદાયત આપી શકો છો, તમે તો ફક્ત તેમને જ સંભળાવી શકો છો જેઓ અમારી આયતો પર ઈમાન લાવે છે અને પછી તેઓ ફરમાબરદાર બની જાય છે.
(૮૨) અને જ્યારે તેમના ઉપર અઝાબનો વાયદો સાબિત થઈ જશે, ત્યારે અમે ધરતીમાંથી તેમના માટે એક જાનવર કાઢીશું જે તેમના સાથે વાતો કરતું હશે,[1] કે લોકો અમારી આયતો પર વિશ્વાસ કરતા ન હતા.[2] (ع-૬)