(૨૩) સમૂદની કોમે પણ ડરાવનારને જૂઠાડ્યા.
(૨૪) અને કહેવા લાગ્યા કે, “શું અમારામાંના જ એક માણસના કહેવા પ્રમાણે ચાલીયે ? ત્યારે તો જરૂર અમે બૂરાઈ અને ગાંડપણમાં પડેલા હોઈશું.
(૨૫) શું અમારા બધામાંથી ફકત આના પર વહી ઉતારવામાં આવી ? નહીં, પણ આ તો બિલકુલ જૂઠો અને ઘમંડ કરનાર છે”
(૨૬) હવે બધા નજીકમાં જ જાણી લેશે કે કોણ જૂઠો અને ઘમંડી હતો ?
(૨૭) બેશક અમે તેમની કસોટી કરવા માટે ઊંટણી મોકલીશું, તો (હે સાલેહ!) તું તેની રાહ જો અને ધીરજ રાખ.
(૨૮) અને તેમને જણાવી દો કે તેમની વચ્ચે પાણી વહેંચાયેલું છે, અને દરેક પોતાના વારા પર હાજર થશે.[1]
(૨૯) તો તેમણે પોતાના સાથીને બોલાવ્યો, પછી તેણે ઊંટણી પર વાર કર્યો અને તેને (ઊંટણીને) કાપી નાખી.
(૩૦) તો કેવો રહ્યો મારો અઝાબ અને મારું ડરાવવું ?
(૩૧) અમે તેમના ઉપર એક ગર્જના મોકલી, તો તેઓ એવા થઈ ગયા જેવા કે વાડ બનાવનારની કચડાયેલી ઘાસ.[1]
(૩૨) અને અમે નસીહત પ્રાપ્ત કરનારના માટે કુરઆનને સહેલું કરી દીધું છે, તો શું કોઈ નસીહત પ્રાપ્ત કરનાર છે ?
(૩૩ ) લૂતની કોમે પણ ડરાવનારાઓને જુઠાડ્યા.
(૩૪) બેશક અમે તેમના ઉપર પથ્થરોનો વરસાદ વરસાવતી હવા મોકલી, સિવાય લૂત (અ.સ.) ના પરિવારવાળાઓના, તેમને સવાર ના સમયે[1] અમે બચાવી લીધા.[2]
(૩૫) પોતાની કૃપાથી જ, અમે દરેક આભાર માનનારને આ રીતે જ બદલો આપીએ છીએ.
(૩૬) બેશક લૂત (અ.સ.) એ તેમને અમારી પકડથી ડરાવ્યા હતા, પરંતુ તેઓએ ડરાવનાર વિશે જ શંકા, વહેમ અને ઝઘડો કર્યો.
(૩૭) અને લૂત (અ.સ.) ને તેમના મહેમાનો વિશે ફોસલાવવા ચાહ્યા તો અમે તેમની આંખો આંધળી કરી નાંખી, (અને કીધુ કે) મારો અઝાબ અને મારા ડરાવવાની મજા ચાખો.
(૩૮) અને નક્કી વાત છે કે તેમના ઉપર વહેલી સવારમાં જ નિર્ધારીત અઝાબ આવી પડ્યો, તેઓ બરબાદ થઈ ગયા.
(૩૯) તો મારો અઝાબ અને મારા ડરાવવાની મજા ચાખો.
(૪૦) અને બેશક અમે કુરઆનને તાલીમ અને નસીહત પ્રાપ્ત કરવા માટે સહેલું કરી દીધું છે,[1] તો છે કોઈ નસીહત પ્રાપ્ત કરનાર ? (ع-૨)