(૩૯) (બહુ જ) મોટો સમૂહ છે આગળનાઓમાંથી.
(૪૦) અને (બહુ જ) મોટો સમુહ છે પાછળનાઓમાંથી.
(૪૧) અને ડાબી બાજુવાળા શું છે ? ડાબી બાજુવાળા.[1]
(૪૨) ગરમ હવા અને ગરમ પાણીમાં (હશે).
(૪૩) તથા કાળા-ધુમાડાના છાયડામાં.
(૪૪) જે ન ઠંડી હશે, ન લાભદાયક.
(૪૫) બેશક આ લોકો આનાથી પહેલા બહુ જ ખુશહાલીમાં રહ્યા હતા.
(૪૬) અને મોટા ગુનાહોનો આગ્રહ કરતા હતા.
(૪૭) અને કહેતા કે શું જયારે અમે મરી જઈશુ અને માટી તથા હાડકા થઈ જઈશું, ત્યારે શું અમને ફરીથી જીવતા કરીને ઊભા કરવામાં આવશે ?
(૪૮) અને શું અમારા બાપ-દાદાઓને પણ ?[1]
(૪૯) (તમે) કહી દો બેશક બધા જ આગળના અને પાછળના.
(૫૦) જરૂર ભેગા કરવામાં આવશે એક નિર્ધારીત દિવસના સમયે.
(૫૧) પછી તમે ભટકેલા લોકો અને જૂઠાડનારાઓ.
(૫૨) ચોક્કસ તમે ખાવાવાળા છો ઝકકૂમના ઝાડમાંથી.
(૫૩) અને તેનાથી જ પેટ ભરનારા છો.
(૫૪) પછી તેના ઉપર ગરમ ઊકળતું પાણી પીવાવાળા છો.
(૫૫) પછી પીવાવાળા પણ તરસ્યા ઊંટોની જેમ.[1]
(૫૬) કયામતના દિવસે આ જ તેમની મહેમાની હશે.[1]
(૫૭) અમે જ તમને બધાને પેદા કર્યા છે, પછી તમે કેમ નથી માનતા ?
(૫૮) સારૂ એ તો બતાવો કે જે વિર્ય તમે ટપકાવો છો.
(૫૯) તો શું તેનાથી (મનુષ્ય) તમે બનાવો છો કે સર્જન કરનાર અમે જ છીએ ?[1]
(૬૦) અમે જ તમારામાં મોતને મુકદર કરી દીધી છે અને અમે તેનાથી હારવાવાળા નથી.
(૬૧) કે તમારી જગ્યાએ તમારા જેવા બીજા પેદા કરી દઈએ અને તમને નવા રૂપમાં (તે દુનિયામાં) પેદા કરીએ જેનાથી તમે (હંમેશા) અજાણ છો.
(૬૨) અને તમને સારી રીતે (ચોક્કસ રૂપે) પહેલા જન્મ વિશેનું જ્ઞાન પણ છે, તો પછી નસીહત કેમ નથી પ્રાપ્ત કરતા ?
(૬૩) સારૂ તો પછી એ પણ બતાવો કે જે કંઈ તમે વાવો છો.
(૬૪) તેને તમે જ ઊગાડો છો અથવા અમે ઊગાડનારા છીએ ?[1]
(૬૫) જો અમે ઈચ્છીએ તો તેને ચૂરે-ચૂરા કરી નાંખીએ, અને તમે આશ્ચર્ય સાથે વાતો બનાવતા જ રહી જાઓ.
(૬૬) કે અમારા પર તો દંડ (સજા)થઈ ગયો.
(૬૭) પરંતુ અમે તો પૂરી રીતે વંચિત જ રહી ગયા.
(૬૮) સારૂ એ તો બતાવો જે પાણી તમે પીવો છો.
(૬૯) તેને વાદળોમાંથી તમે જ વરસાવ્યું છે કે અમે એને વરસાવીએ છીએ ?
(૭૦) જો અમારી ઈચ્છા થાય તો અમે તેને કડવું કરી દઈએ પછી તમે અમારો આભાર કેમ નથી માનતા ?[1]
(૭૧) સારૂ એ પણ બતાવો જે આગ તમે સળગાવો છો.
(૭૨) શું તેના ઝાડ તમે પેદા કર્યા છે અથવા અમે તેને પેદા કરનારા છીએ ?
(૭૩) અમે તેને નસીહત પ્રાપ્ત કરવાનું સાધન અને મુસાફરો માટે ફાયદાની વસ્તુ બનાવી છે.
(૭૪) તો પોતાના મહાન રબના નામની તસ્બીહ કર્યા કરો.(ع-૨)