Surah Al-Muzzammil
સૂરહ અલ-મુઝ્ઝમ્મિલ
આયત : ૨૦ | રૂકૂઅ : ૨
સૂરહ અલ-મુઝ્ઝમ્મિલ (૭૩)
ચાદરમાં લપેટાઈ જનાર
સૂરહ અલ-મુઝ્ઝમ્મિલ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં વીસ (૨૦) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
જે સમયે આ આયતોનું અવતરણ થયું, નબી (સ.અ.) ચાદર ઓઢીને સૂઈ રહ્યા હતા, અલ્લાહે આપની આ હાલતની ચર્ચા સાથે સંબોધન કર્યું, મતલબ એ છે કે હવે ચાદર છોડી દો અને રાતમાં થોડા ઊભા રહો એટલે કે તહજ્જુદની નમાઝ પઢો. કહેવાય છે કે આ હુકમ મુજબ આપ (સ.અ.) પર તહજ્જુદની નમાઝ અનિવાર્ય (ફર્ઝ) હતી. (ઈબ્ને કસીર)