(૩૩) અને એમના માટે એક નિશાની નિર્જીવ (વેરાન) ધરતી છે જેને અમે જીવન પ્રદાન કર્યુ અને તેમાંથી અનાજ કાઢ્યુ, જેને આ લોકો ખાય છે.
(૩૪) અને અમે તેમાં ખજૂરોના અને દ્રાક્ષના બાગ પેદા કર્યા,[1] અને તેમાંથી અમે પાણીના ઝરણાં પણ ફોડી કાઢ્યાં.
(૩૫) જેથી (લોકો) તેના ફળ ખાય,[1] અને એમના હાથોએ તેને નથી બનાવ્યા, પછી કેમ આભાર માનતા નથી ?
(૩૬) તે પવિત્ર હસ્તી છે જેણે દરેક વસ્તુના જોડકાં પેદા કર્યા, ચાહે તે ધરતીમાંથી ઉગાડેલ વનસ્પતિઓમાંથી હોય કે તેમની પોતાની જાતિ (માનવજાતિ) માંથી હોય, અથવા તે વસ્તુઓમાંથી હોય જેને આ લોકો જાણતા પણ નથી.[1]
(૩૭) અને એમના માટે એક નિશાની રાત છે જેમાંથી અમે દિવસને ખેંચી લઈએ છીએ તો અચાનક તેઓ અંધકારમાં રહી જાય છે.
(૩૮) અને સૂર્યના માટે જે માર્ગ નિર્ધારિત છે તે તેના ૫ર જ ચાલતો રહે છે,[1] આ છે બાંધેલો હિસાબ જબરજસ્ત જ્ઞાની (અલ્લાહ તઆલા)નો.
(૩૯) અને ચંદ્રની પણ અમે મંજિલો નિર્ધારિત કરી રાખી છે,[1] ત્યાં સુધી કે તે તેમાંથી પસાર થતો ખજૂરની સૂકી ડાળીની જેમ બની જાય છે.
(૪૦) ન સૂર્યના વશમાં છે કે ચંદ્રને પકડે અને ન રાત દિવસથી આગળ વધી જનારી છે અને સૌ આકાશમાં તરતા રહે છે.
(૪૧) અને એમના માટે એક નિશાની (આ પણ) છે કે અમે એમની સંતાનને એક ભરેલી નૌકામાં સવાર કરી દીધી.
(૪૨) અને એમના માટે તેના જેવી બીજી નૌકાઓ બનાવી જેના પર આ લોકો સવાર થાય છે.[1]
(૪૩) અને જો અમે ઈચ્છતા તો તેમને ડૂબાડી દેતા પછી ન કોઈ તેમનો મદદગાર હોત અને ન બચાવવામાં આવતા.
(૪૪) પરંતુ અમે અમારા તરફથી કૃપા (રહમત) કરીએ છીએ અને એક ચોક્કસ મુદ્દત માટે એમને ફાયદો આપી રહ્યા છીએ.
(૪૫) અને જ્યારે એમને કહેવામાં આવે છે કે આગળ-પાછળના (ગુનાહો)થી બચો જેથી તમારા ઉપર દયા (રહમ) કરવામાં આવે.
(૪૬) અને એમના પાસે એમના રબ તરફથી કોઈ નિશાની એવી નથી આવી જેનાથી આ લોકો મોઢું ફેરવતા ન હોય.
(૪૭) અને જ્યારે એમને કહેવામાં આવે છે કે, “અલ્લાહ (તઆલા)એ આપેલ રોજીમાંથી કંઈક ખર્ચ કરો”, તો આ કાફિરો ઈમાનવાળાઓને જવાબ આપે છે કે, “અમે તેમને કેમ ખવડાવીએ જેમને અલ્લાહ (તઆલા) ચાહત તો પોતે ખવડાવી-પીવડાવી દેતો, તમે તો છો જ સ્પષ્ટ ગુમરાહીમાં.”
(૪૮) અને તેઓ કહે છે કે, “આ વાયદો (કયામતની ધમકી) ક્યારે આવશે ? સાચા હોવ તો બતાવો.
(૪૯) તેઓ ફક્ત એક જોરદાર ધડાકાની રાહ જોઈ રહ્યા છે જે એકાએક તેમને આવી પકડશે, અને આ લોકો પરસ્પર લડાઈ ઝઘડામાં જ રહેશે.[1]
(૫૦) તે સમયે તેઓ ન તો વસિયત કરી શકશે અને ન પોતાના પરિવાર તરફ પાછા ફરી શકશે. (ع-૩)