Surah Al-Isra
સૂરહ અલ-ઈસ્રા
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૧૦
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
سُبْحٰنَ الَّذِیْۤ اَسْرٰى بِعَبْدِهٖ لَیْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ اِلَى الْمَسْجِدِ الْاَقْصَا الَّذِیْ بٰرَكْنَا حَوْلَهٗ لِنُرِیَهٗ مِنْ اٰیٰتِنَا ؕ اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ (1)
(૧) પવિત્ર છે તે (અલ્લાહ તઆલા) જે પોતાના બંદા ને રાતોરાત મસ્જિદે હરામથી મસ્જિદે અકસા” સુધી લઈ ગયો, જેની આસપાસ અમે બરકતો આપી રાખી છે એટલા માટે કે અમે તેને અમારી કુદરતની કેટલીક નિશાનીઓ દેખાડીએ, બેશક અલ્લાહ જ સારી રીતે સાંભળવાવાળો જોવાવાળો છે.
وَ اٰتَیْنَا مُوْسَى الْكِتٰبَ وَ جَعَلْنٰهُ هُدًى لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ اَلَّا تَتَّخِذُوْا مِنْ دُوْنِیْ وَكِیْلًاؕ (2)
(૨) અને અમે મૂસાને ક્તિાબ આપી અને તેને ઈસરાઈલની સંતાનના માટે હિદાયત બનાવી દીધી, કે તમે મારા સિવાય કોઈ બીજાને વકીલ (કારસાજ) ન બનાવશો.
ذُرِّیَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوْحٍ ؕ اِنَّهٗ كَانَ عَبْدًا شَكُوْرًا (3)
(૩) હે તે લોકોની સંતાન ! જેમને અમે નૂહ સાથે સવાર કર્યા હતા, તે અમારો શુક્રગુજાર (કૃતજ્ઞ) બંદો હતો.
وَ قَضَیْنَاۤ اِلٰى بَنِیْۤ اِسْرَآءِیْلَ فِی الْكِتٰبِ لَتُفْسِدُنَّ فِی الْاَرْضِ مَرَّتَیْنِ وَ لَتَعْلُنَّ عُلُوًّا كَبِیْرًا (4)
(૪) અને અમે ઈસરાઈલની સંતાન માટે તેમની કિતાબમાં સ્પષ્ટ નિર્ણય કરી દીધો હતો કે તમે ધરતી પર બે વખત ફસાદ પેદા કરશો અને તમે ખૂબ જુલમ કરશો.
فَاِذَا جَآءَ وَعْدُ اُوْلٰىهُمَا بَعَثْنَا عَلَیْكُمْ عِبَادًا لَّنَاۤ اُولِیْ بَاْسٍ شَدِیْدٍ فَجَاسُوْا خِلٰلَ الدِّیَارِ وَ كَانَ وَعْدًا مَّفْعُوْلًا (5)
(૫) આ બંને વચનોમાંથી પહેલાના આવતાં જ અમે તમારા સામે અમારા બંદાઓને ઊભા કરી દીધા જેઓ મોટા લડાકૂ હતા, પછી તેઓ તમારા ઘરોમાં ઘૂસીને ફેલાઈ ગયા અને અલ્લાહનું વચન પૂરું થવાનું જ હતું.
ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَیْهِمْ وَ اَمْدَدْنٰكُمْ بِاَمْوَالٍ وَّ بَنِیْنَ وَ جَعَلْنٰكُمْ اَكْثَرَ نَفِیْرًا (6)
(૬) પછી અમે તેમના પર તમારું વર્ચસ્વ આપી (તમારા ધર્મ) તરફ ફેરવી દીધા અને માલ તથા સંતાન વડે તમારી મદદ કરી અને તમને મોટા જૂથવાળા કરી દીધા.
اِنْ اَحْسَنْتُمْ اَحْسَنْتُمْ لِاَنْفُسِكُمْ قف وَ اِنْ اَسَاْتُمْ فَلَهَا ؕ فَاِذَا جَآءَ وَعْدُ الْاٰخِرَةِ لِیَسُوْٓءٗا وُجُوْهَكُمْ وَ لِیَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوْهُ اَوَّلَ مَرَّةٍ وَّ لِیُتَبِّرُوْا مَا عَلَوْا تَتْبِیْرًا (7)
(૭) જો તમે સારા કામો કરો તો તમારા પોતાના લાભ માટે, અને જો તમે બૂરાઈ કરો તો પણ પોતાના જ માટે, પછી જ્યારે બીજા વચનનો સમય આવ્યો તો (અમે બીજા બંદાઓને મોકલી દીધા) જેથી તેઓ તમારા ચહેરા બગાડી નાખે અને અગાઉની જેમ ફરી તે જ મસ્જિદમાં ઘૂસી જાય અને જે-જે વસ્તુઓ પર કાબૂ મેળવે તેને તોડી ફોડીને જડથી ઉખાડી દે.
عَسٰى رَبُّكُمْ اَنْ یَّرْحَمَكُمْ ۚ وَ اِنْ عُدْتُّمْ عُدْنَا ۘ وَ جَعَلْنَا جَهَنَّمَ لِلْكٰفِرِیْنَ حَصِیْرًا (8)
(૮) આશા છે કે તમારો રબ તમારા ઉપર દયા કરે. હાં, જો તમે ફરી પાછા એ જ કરવા લાગો તો અમે પણ ફરી એવું જ કરીશું, અને અમે ઈન્કાર કરનારાઓ માટે જહન્નમને કેદખાનું બનાવી રાખ્યું છે.
اِنَّ هٰذَا الْقُرْاٰنَ یَهْدِیْ لِلَّتِیْ هِیَ اَقْوَمُ وَ یُبَشِّرُ الْمُؤْمِنِیْنَ الَّذِیْنَ یَعْمَلُوْنَ الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ اَجْرًا كَبِیْرًاۙ (9)
(૯) બેશક આ કુરઆન તે માર્ગ દેખાડે છે જે સૌથી સીધો છે, અને ઈમાનવાળા નેક લોકો જેઓ ભલાઈના કામો કરે છે, તેમને એ વાતની ખુશખબર આપે છે કે તેમના માટે ઘણો મોટો બદલો છે.
وَّ اَنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا اَلِیْمًا ۧ (10)
(૧૦) અને એ લોકો જેઓ આખિરત પર યકીન નથી કરતા તેમના માટે અમે પીડાકારી સજા તૈયાર કરી રાખી છે.(ع-૧)